Skip to main content
Settings Settings for Dark

રાજ્યની વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું આજે પરિણામ

Live TV

X
  • ભારતના ચૂંટણી આયોગ દ્વારા ૦7-વાવ વિધાનસભા મતવિભાગ પેટા ચૂંટણી-2024ની મતગણતરી આજે સરકારી ઈજનેરી કોલેજ, જગાણા, તા.પાલનપુર ખાતે હાથ ધરવામાં આવી છે. 

    મતગણતરીની પૂર્વ તૈયારીઓના નિરીક્ષણ માટે જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલએ જનરલ ઓબ્ઝર્વરની ઉપસ્થિતિમાં મતગણતરી કેન્દ્રની મુલાકાત લઈને તમામ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરીને જરૂરી સૂચનો કર્યા હતા. તેમણે મતગણતરી કેન્દ્ર, સ્ટ્રોંગ રૂમ, મીડિયા સેન્ટર અને સી.સી. ટી.વી. સેન્ટરની મુલાકાત લીધી હતી. 

    આજે સવારે 8 વાગ્યથી મતગણતરીની શરૂઆત થઈ છે જેમાં સૌથી પહેલા 8.00 થી 8.30 દરમિયાન પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે જયારે 8.30 થી ઈ.વી.એમના રાઉન્ડની મત ગણતરી હાથ ધરવામાં આવશે.

    તગણતરી કેન્દ્ર ખાતે કુલ 321 બુથની 23 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી વિભાગ તરફથી મતગણતરી માટે વિવિધ અધિકારી/કરમચારીઓની નિમણૂક કરવામાં આવી છે. કુલ159 થી વધુ અધિકારી/કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લીધો છે જેમાં 59 કર્મચારીઓનો કાઉન્ટિંગ સ્ટાફની નિમણૂંક કરાઇ છે. 

    સી.સી.ટી.વી કેમેરાથી સુસજ્જ મતગણતરી કેન્દ્ર ખાતે 400 પોલીસ જવાનો, CAPF, SRP જવાનો ફરજ પર છે. આ સાથે મતગણતરી સબંધી માહિતી અને ફરિયાદ માટે જિલ્લા કક્ષાએ એક કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે. આ માટે 1950  હેલ્પલાઇન નંબર કાર્યરત કરવામાં આવ્યો છે. 

    વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં 70.55% જેટલું મતદાન નોંધાયું હતું.જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ મત ગણતરી સવારે ૮ વાગ્યાથી શરૂ કરવામાં આવી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply