Skip to main content
Settings Settings for Dark

રાજ્યપાલની ઉપસ્થિતિમાં, ભામાશાહ સન્માન સમારોહ અને મોડ્યુલર લિમ્બ શિબિર યોજાઈ

Live TV

X
  • અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટીના અટલ કલામ કેમ્પસ લેન ખાતે નારાયણ સેવા સંસ્થાન દ્વારા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને, જાપાન અને જર્મન ટેકનોલોજીથી નિર્મિત '3D પ્રિન્ટેડ નારાયણ મોડ્યુલર આર્ટિફિશિયલ લિમ્બ ફિટમેન્ટ શિબિર અને ભામાશાહ સન્માન સમારોહ'નું આયોજન કરવામાં આવ્યું હતું.

    રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે, પદ્મશ્રી કૈલાશ માનવ અને તેમના પરિવારના 40 વર્ષના સેવા સમર્પણની પ્રશંસા કરી હતી. તેમણે પોતાના એક સૈન્ય સંબંધીના દિવ્યાંગ બાળકની, ઉદયપુરમાં થયેલી સારવારના વ્યક્તિગત અનુભવનું વર્ણન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, દિવ્યાંગજનોનો ટેકો બનવું એ એક અનોખી સમાજ સેવા છે. આવા કાર્યોથી દિવ્યાંગોના આત્મવિશ્વાસમાં વધારો થાય છે.

    રાજ્યપાલએ વધુમાં જણાવ્યું કે, સંસ્થા માત્ર આધુનિક ટેકનોલોજી દ્વારા નિઃશુલ્ક કૃત્રિમ અંગો જ નથી આપતી, પરંતુ કૌશલ્ય વિકાસ દ્વારા દિવ્યાંગોને આત્મનિર્ભર બનાવી "નર સેવા એ જ નારાયણ સેવા"ના મંત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કરી રહી છે. આ પવિત્ર કાર્યને વધુ વ્યાપક બનાવતા દાતાઓની સરાહના કરીને રાજ્યપાલે સંસ્થાને રૂપિયા 5 લાખનું અનુદાન આપવાની જાહેરાત કરી હતી.

    આ પ્રસંગે ગુજરાતના પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ડિરેક્ટર વંદના અગ્રવાલ અને મુંબઈ શાખાના અધ્યક્ષ મહેશ અગ્રવાલ, ઇંગરસોલ રેન્ડ ઇન્ડિયા લિમિટેડના સીએમડી સુનીલ ખંડુજા, જાણીતા સમાજસેવકો શૈલેષચંદ્ર પરમાર અને મદનલાલ ગુપ્તા તેમજ નારાયણ સેવા સંસ્થાનના સંરક્ષક સત્યભૂષણ જૈન, આમંત્રિત મહેમાનો તથા વિવિધ જગ્યાએથી પધારેલા દિવ્યાંગજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-09-2026 Max Temp : °C Min Temp : °C
apply