રાજ્યપાલે કચ્છની મુલાકાત દરમિયાન દેશના જવાનોના સાહસ અને બલિદાનને બિરદાવ્યા
Live TV
-
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ત્રણ દિવસ કચ્છ સરહદી વિસ્તારની મુલાકાત લીધી હતી. આ પ્રવાસ દરમિયાન તેમણે ભારતીય સીમા ઉપર સાહસ, શૌર્ય અને બલિદાનની ભાવના સાથે દેશની રક્ષા કાજે ફરજ બજાવતા જવાનોનો જુસ્સો વધાર્યો હતો. રાજ્યપાલે જવાનોને સંબોધતાં જણાવ્યું હતું કે, દેશના જવાનો સાહસ, શૌર્ય અને બલિદાન થકી જન-જનના હ્રદયમાં બિરાજમાન છે. રાજ્યપાલે કચ્છના નલિયા એરબેઝ ઉપરાંત આંતરરાષ્ટ્રીય સરહદી વિસ્તાર લક્કીનાળા ફ્લોટિંગ બોર્ડર આઉટ પોસ્ટ, હરામીનાળા ઉપરાંત ભૂજ મિલીટરી સ્ટેશનની પણ મુલાકાત લીધી હતી.
