Skip to main content
Settings Settings for Dark

રાજ્યપાલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 'એકમેવ... ધીરુભાઈ અંબાણી' પુસ્તકનું કર્યું વિમોચન

Live TV

X
  • રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી દ્વારા ત્રણ ભાષાઓમાં લખાયેલા પુસ્તક 'એકમેવ... ધીરુભાઈ અંબાણી' નું વિમોચન કર્યું હતું.

    રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી દ્વારા ત્રણ ભાષાઓમાં લખાયેલા પુસ્તક 'એકમેવ... ધીરુભાઈ અંબાણી' નું વિમોચન કર્યું હતું. રાજ્યપાલે કહ્યું હતું કે, ભારતની ભૌતિક ઉન્નતિમાં મહત્વનું યોગદાન આપનાર ધીરુભાઈ અંબાણીની પથદર્શક વાતોને સમાવિષ્ટ કરતું આ પુસ્તક યુવાપેઢી માટે પ્રેરણાનો સ્ત્રોત બનશે. 

    મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કાવ્ય પંક્તિઓ, "પ્રારબ્ધને અહીં ગાંઠે કોણ, હું પડકાર ઝીલનારો માણસ છું..." નો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, આ પુસ્તક પુરુષાર્થ સામે પ્રારબ્ધને પણ નમવું પડે તેની પ્રતીતિ કરાવે છે. આ પુસ્તક વિમોચન પ્રસંગે મંત્રી રાઘવજી પટેલ, હર્ષ સંઘવી, મુળૂભાઇ બેરા, સાંસદ પૂનમ માડમ, ધારાસભ્ય શૈલેષ મહેતા, વિવિધ ઉદ્યોગગૃહોના વડાઓ સહિત વરિષ્ઠ અધિકારીઓ, પ્રતિનિધિઓ, મહાનુભાવો અને ગણમાન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply