રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો ‘ગ્રામ કલ્યાણ’ માટે ટ્રેન પ્રવાસ: અમદાવાદથી ભરૂચ સુધીની સફર
Live TV
-
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પોતાની સાદગી અને જનસેવાના કાર્યો માટે જાણીતા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશને આત્મનિર્ભર બનાવવા માટે આપવામાં આવેલા આર્થિક આત્મરક્ષાના મંત્રને ચરિતાર્થ કરતા રાજ્યપાલએ ‘ગ્રામ કલ્યાણ કાર્યક્રમ’ અંતર્ગત ભરૂચ જિલ્લાના બે દિવસીય પ્રવાસે જવા માટે એક સામાન્ય નાગરિકની જેમ અમદાવાદ રેલવે સ્ટેશનથી ભરૂચ સુધી ટ્રેન મારફત મુસાફરી કરી હતી. મુસાફરી દરમિયાન રાજ્યપાલએ સહમુસાફરો સાથે સહજ સંવાદ કર્યો હતો.ઉલ્લેખનીય છે કે, બે દિવસીય કાર્યક્રમ દરમિયાન રાજ્યપાલ અંકલેશ્વર તાલુકાના નવા કાંસિયા ખાતે આયોજિત ગ્રામ કલ્યાણ કાર્યક્રમમાં સહભાગી થઈ સ્વચ્છતા, વૃક્ષારોપણ, સામાજિક સમરસતા, ગ્રામીણ વિકાસ, પ્રાકૃતિક કૃષિ, શિક્ષણ, વ્યસન મુક્તિ જેવા વિષયો પર ગ્રામજનોને માર્ગદર્શન આપશે.
