Skip to main content
Settings Settings for Dark

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ અને ગાઈડ સંઘના 1,667 સ્કાઉટ્સ - ગાઈડ્સને રાજ્ય પુરસ્કાર અર્પણ કર્યા

Live TV

X
  • રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ અને ગાઈડ સંઘના 1,667 સ્કાઉટ્સ-ગાઈડ્સને વર્ષ 2022-23 ના રાજ્ય પુરસ્કાર અર્પણ કર્યા હતા. સમાજ અને રાષ્ટ્રની સેવા માટે સદાય તત્પર અને તૈયાર રહેતા સ્કાઉટ્સ-ગાઈડ્સને તેમના જન્મદિવસે અને માતા-પિતાની મેરેજ એનિવર્સરીએ ઓછામાં ઓછું એક વૃક્ષ વાવવા અને તેનું જતન-સંવર્ધન કરવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અપીલ કરી હતી.

    રાજ્યના સ્કાઉટ્સ-ગાઇડ્સને સંબોધન કરતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું હતું કે, ગુજરાતના 35,000 સ્કાઉટ્સ-ગાઈડ્સ પોતાના જન્મદિવસે એક વૃક્ષ અને માતા-પિતાના લગ્ન દિવસે એક વૃક્ષ વાવી અને ઉછેરવાનો સંકલ્પ લે. ગ્લોબલ વૉર્મિંગની સમસ્યાનું નિરાકરણ પ્રકૃતિના સંતુલનથી જ શક્ય છે. જળ અને જમીનના સંરક્ષણ માટે પર્યાવરણ સુરક્ષા અને સ્વચ્છતા અભિયાનને ગંભીરતાથી લેવા તેમને અનુરોધ કર્યો હતો.

    સ્કાઉટ્સ-ગાઈડ્સને માતા-પિતા-વડીલો અને ગુરુજનોની આજ્ઞાનું પાલન કરવાની અને સદાય તેમનું સન્માન કરવાની શીખ આપતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું હતું કે, જે બાળકો માતા-પિતા-વડીલો અને ગુરુજનો પ્રત્યે હંમેશા સદાચાર અને સદભાવ રાખે છે તે બાળકો લાંબુ આયુષ્ય ભોગવે છે, સારી વિદ્યા પ્રાપ્ત કરે છે, બળવાન બને છે અને હંમેશા યશ-કીર્તિ મેળવે છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 27-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 28-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 29-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 30-05-2025 Max Temp : °C Min Temp : °C
apply