રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ડાંગ જિલ્લાની 3 દિવસીય મુલાકાતે
Live TV
-
ગિરિમથક સાપુતારામાં ગાર્ડ ઓફ ઓનર આપી કરાયું સ્વાગત
પ્રકૃતિની ગોદમાં વસતા ડાંગ જિલ્લામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ત્રણ દિવસની મુલાકાતે પધાર્યા છે. ગિરિમથક સાપુતારાના હેલિપેડ પર ગાર્ડ ઓફ ઓનર આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજ્યપાલે સાપુતારા અને વઘઈની મુલાકાત લીધી હતી.
થમ દિવસે સાપુતારા પ્રાકૃતિક સૌંદર્યને નિહાળ્યું હતું.સાથે જ વઘઈ બોટાનિકલ ગાર્ડનની પણ મુલાકાત લીધી હતી.જ્યાં વનસ્પતિઓનું વૈવિધ્ય નિહાળી રાજ્યપાલ આનંદીત થઈ ઉઠ્યા હતા.તો આ પ્રવાસને લઈ રાજ્યપાલે કહ્યું જિલ્લાના લોકો રાસાયણિક કૃષિની જગ્યાએ ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને અપનાવે અને જળ, જમીન અને પર્યાવરણને બચાવે.
તો પર્યટનની વિપુલ શક્યતાઓ ધરાવતા ડાંગ જિલ્લામાં કૃષિ ઉત્પાદનોના વેચાણ માટેની અલાયદી બજાર વ્યવસ્થાઓ પર ભાર મુક્તા રાજ્યપાલે લુપ્ત થતી વન ઔષધિઓના જતન સંવર્ધન પર લક્ષ કેન્દ્રીત કરવા લોકોને આહવાન કર્યું હતું.રાજ્યપાલની આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ વડા, નાયબ વન સંરક્ષક, પ્રાંત અધિકાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
