Skip to main content
Settings Settings for Dark

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે ગુજરાત સરકારના મુખ્ય સચિવ મનોજ કુમાર દાસે લીધી શુભેચ્છા મુલાકાત

Live TV

X
  • ગાંધીનગર રાજભવન ખાતે માન. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે ગુજરાત સરકારના મુખ્ય સચિવ મનોજ કુમાર દાસે શુભેચ્છા મુલાકાત લીધી.

    રાજ્યપાલએ મનોજ કુમાર દાસને મુખ્યસચિવ બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમજ તેમના કાર્યકાળ દરમ્યાન ગુજરાતની પ્રગતિ વધુને વધુ વિસ્તરતી રહે તેવી શુભેચ્છાઓ પણ પાઠવી હતી. રાજ્યપાલએ જણાવ્યું કે, વહીવટી કામગીરી વધુ સરળ, સહજ અને જનઉપયોગી બની રહે તેવા પ્રયાસોને વેગ આપવો જોઈએ. 

    મુખ્યસચિવએ જણાવ્યું કે, ગુજરાત સરકારના તમામ અધિકારીઓ,કર્મચારીઓ નાગરિકોની સેવા માટે દિવસ રાત પોતાની ફરજ નિભાવી રહ્યા છે. તેમજ તેમાં દિનપ્રતિદિન નવીનતા તેમજ આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી અરજદારોની કામગીરી વધુ ઝડપી થાય તે માટે સતત પ્રયત્નશીલ છે.રાજ્યપાલએ જણાવ્યું કે, માન. પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં ચાલી રહેલા એક પેડ માં કે નામ, પ્રાકૃતિક કૃષિ જેવા અભિયાનો સાથે વધુને વધુ લોકો જોડાય તેમજ જનજાગૃતિ આવે તેવા પ્રયાસોને વધુને વધુ પ્રોત્સાહન આપવુ જોઈએ.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply