રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે જીપીએસસીના ચેરમેન અને નવનિયુક્ત સભ્યોની શુભેચ્છા મુલાકાત
Live TV
-
ગાંધીનગર સ્થિત ગુજરાત લોકભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે ગુજરાત જાહેર સેવા આયોગ - જી.પી.એસ.સી.ના ચેરમેન હસમુખ પટેલ તથા નવનિયુક્ત સભ્યોએ શુભેચ્છા મુલાકાત કરી હતી.
આ મુલાકાત દરમ્યાન જી.પી.એસ.સી.ના ચેરમેનએ રાજ્યાપલને આયોગની કામગીરી અને આગામી આયોજન અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આયોગમાં નવા સભ્યોની નિમણૂંકથી ભરતી પ્રક્રિયાને વેગ મળતા રાજ્યની સરકારી સેવાઓમાં વધુને વધુ યુવા પ્રતિભાઓ સામેલ થશે.આ પ્રસંગે ચેરમેનએ જી.પી.એસ.સી. દ્વારા કરવામાં આવેલી નવીન પહેલો વિશે જાણકારી આપી હતી. જેમાં અવસર પોર્ટલનો ઉલ્લેખ કરીને યુવા પ્રતિભાઓને યોગ્ય મંચ મળી રહે તે અંગે શરૂ કરાયેલી વ્યવસ્થા અંગે માહિતી પુરી પાડી હતી.રાજ્યપાલએ તમામ નવનિયુક્ત સભ્યોને નવી જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે સભ્યોને પોતાની જવાબદારીઓ નિષ્ઠા, ઈમાનદારી અને પારદર્શિતા સાથે નિભાવવા પ્રેરણા આપી હતી. રાજ્યપાલશ્રીએ જી.પી.એસ.સી. દ્વારા ગુણવત્તાયુક્ત અને પ્રતિભાશાળી યુવાનોને સરકારી સેવામાં જોડાવાની તક મળે તેમજ ભરતી પ્રક્રિયામાં નિષ્પક્ષતા અને વિશ્વસનીયતા જળવાઈ રહે તે માટે શુભકામનાઓ પાઠવી હતી.
