રાજ્યભરમાં મેઘમહેર યથાવત્: લખતરનું દેવાળીયા ગામ સંપર્ક વિહોળું, NDRF ટીમ તૈનાત
Live TV
-
રાજ્ય ભરમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. રાજ્યમાં સિઝનનો અત્યાર સુધી 66 ટકા વરસાદ વરસ્યો છે...ગુરુવારે રાજ્યના 252 માંથી 228 તાલુકામાં 2 મિલિમીટરથી 11 ઈંચ સુધીનો વરસાદ ખબક્યો હતો..સુરતના માંડવીમાં 11 અને આણંદમાં લગભગ 13 ઈંચ વરસાદ વરસ્યો હતો...જેના કારણે નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા.આણંદના ત્રણ તળાવ ,ઘણાં લાંબા સમય બાદ ,છલકાઈ ગયા હતા.શહેરની ,અનેક સોસાયટીઓમાં ઢિંચણ સુધી પાણી ભરાઈ ગયા હતા.જિલ્લા માં ,સારા વરસાદ થી ,ખેડૂતો માં , આનંદ પ્રસરી ગયો હતો.તો લખતર માં ,સાડા આઠ ઈંચ, જ્યારે ગોંડલા માં ,સાડા ચાર ઈંચ વરસાદથી અનેક વિસ્તાર પાણી પાણી થઈ ગયા હતા.ઓવર બ્રિજ માં, પાણી ભરાઈ જવાથી, એસ.ટી બસ પાણીમાં ફસાઈ ગઈ હતી.જો કે રેસક્યું કરી, તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢી લેવાયા હતા.બીજી તરફ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ. અમરેલી, પોરબંદર, સુરેન્દ્રનગર, બોટાદ અને ગીર સોમનાથ જિલ્લામાં અડધા થી ત્રણ ઈંચ વરસાદ ના પગલે ,સ્થાનિક નદીઓ માં ,પુર આવ્યા હતા.સુરેન્દ્રનગરનો ,ધોળી ધજા ડેમ અને ત્રિવેણી ઠાંગા ડેમ ભારે વરસાદ થી ,ઓવર ફ્લો થઈ ગયા છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. વાત મધ્ય ગુજરાતની કરીએ તો વડોદરા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો. જેના કારણે વાતવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. નર્મદા જિલ્લાના ડેડિયાપાડા કણજી ગામનો કોઝ વે પાણીમાં ડૂબી જતાં મોટી મુશ્કેલી સર્જાઈ છે.હાલ જીવના જોખમે ,ગામ લોકો ,કોઝ વે પાર કરી રહ્યા છે.વાત ઉત્તર ગુજરાતની કરીએ, તો બનાસકાંઠા માં ,છેલ્લા 24 કલાક માં ,સારો વરસાદ વરસ્યો હતો.જિલ્લા ના ,અમીરગઢ માં 18 મિમી, કાંકરેજ માં 21 મિમી, ડીસા માં 31 મિમી, થરાદમાં 10 મિમી, દાંતીવાડા 95 મિમી, દિયોદર 43 મિમી, ધાનેરા 64 મિમી, પાલનપુર 65 મિમી, અને વડગામ 78 મિલી મીટર વરસાદ થી ,જળબંબાકાર ની સ્થિતિ સર્જાઈ હતી.ભારે વરસાદ ના પગલે ,જિલ્લા માં, NDRFની ટીમ ,બોલાવી લેવાઈ છે.ઉપરાંત ,દરેક તાલુકા મથકે ,કર્મચારીઓને ,17 ઓગસ્ટ સુધી ,હેડક્વાટર નહીં છોડવા ,આદેશ કરાયો છે
રાજસ્થાન ઉપર ,અપર એર સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થઇ છે. બીજી તરફ ,બંગાળ ની ખાડી માં ,લૉ પ્રેશર સર્જાયુ છે.જેથી રાજ્યભર માં ,ભારે થી અતિ ભારે વરસાદ ની ,આગાહી, હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. કચ્છ માં ,ભારે વરસાદને કારણે ,નખત્રાના તાલુકા ના ,કેટલાક ગામ માં ,જળ બંબાકારની સ્થિતિ છે. ફસાઇ ગયેલા લોકો ને ,સુરક્ષીત સ્થળે ખસેડવા ,NDRFની ટીમ કામે લાગી છે. પલા રગુના ગામે NDRF ની ટીમે ,સંખ્યાબંધ લોકો ને ,સલામત સ્થળે ખસેડ્યા હતા
રાજ્યમાં પડી રહેલા વરસાદને કારણે ,ડેડીયાપાડા કણજી ગામ નો ,ગુજરાત માંથી મહારાષ્ટ્ર જતો, દેવ નદી નો કોઝ વે ,ડૂબ્યો છે. ગામ માં જવા માટે ,લોકો ને કલાકો સુધી ,રાહ જુવી પડે છે.નર્મદા જિલ્લા માં ,ઉપરવાસ માં થયેલા ભારે વરસાદ ને કારણે ,જિલ્લા માં આવેલ ,બે ડેમ માં ,પાણી ની ,સારી આવક થઈ છે. ભરૂચ ,અને નર્મદા ના ખેડૂતો ની જીવાદોરી સમાન , કરજણ ડેમ માં, બે મહિના પહેલા ,35 ટકા પાણી હતું. પરંતુ હાલ ,ડેમ માં ,14,000 ક્યુસેક જેટલી પાણી ની આવક થતાં ,ડેમ ,55 ટકા જેટલો ભરાયો છે. જેથી ,હાલ ડેમ ની સપાટી ,105 મીટર પર પહોંચી છે. હાલ ડેમ ,રુલ લેવલ થી ,માત્ર 2.5 મીટર દૂર છે. ડેમ માં ,આજ નું લાઈવ સ્ટોરેજ, 262.73 મિલિયન ,કયુબિક મીટર છે
