રાજ્યમાં આજે TATની પ્રિલિમ પરીક્ષા યોજાશે, 1 લાખ 14 હજારથી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે
Live TV
-
ટાટની પદ્ધતિના નિયમો બદલીને GPSC પેટર્ન મુજબની દ્વિસ્તરીય મુજબ પરીક્ષા લેવામાં આવશે.
રાજ્યમાં આજે બપોરે ટીચર્સ એપ્ટિટ્યુડ ટેસ્ટ (TAT)ની પ્રિલિમ પરીક્ષા યોજાશે. રાજ્યના મુખ્ય ચાર શહેરના 452 કેન્દ્રના 4,137 બ્લોકમાં પરીક્ષા યોજાઇ રહી છે. ઉચ્ચતર-માધ્યમિક શિક્ષક બનવા માટે ટાટની આ 1 લાખ 14 હજારથી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે. અમદાવાદ ગ્રામ્યમાં 14,900; અમદાવાદ શહેરમાં 27,100; રાજકોટમાં 22,700; સુરતમાં 24,200 અને વડોદરામાં 25,700 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, સરકારી શાળામાં શિક્ષક બનવા માટે ટાટની પદ્ધતિના નિયમો બદલીને GPSC પેટર્ન મુજબની દ્વિસ્તરીય મુજબ પરીક્ષા લેવામાં આવશે.