Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં એસટી બસ સેવા ફરી શરૂ થતાં અઢી લાખથી વધુ મુસાફરોએ બસ સેવાનો લીધો લાભ

Live TV

X
  • દરેક બસ ટ્રીપ પૂરી થતાં સેનેટાઇઝ કરીને બીજી ટ્રીપમાં ઓપરેટ કરવામાં આવી રહી છે.

     

    રાજ્યમાં કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં એસટી બસ સેવાફરી શરૂ કરાતા છેલ્લાં એક અઠવાડિયામાં રાજ્યભરમાં બે લાખ, 63 હજાર, 129 મુસાફરોએ એસટી સેવાનો લાભ લીધો છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું છે કે, હાલ રાજ્યનાપાંચ ઝોનમાં સવારના 8 થી સાંજના છ વાગ્યા સુધીમાં એસટી બસ સેવા ઉપલબ્ધ છે. દરેક બસ ટ્રીપ પૂરી થતાં સેનેટાઇઝ કરીને બીજી ટ્રીપમાં ઓપરેટ કરવામાં આવી રહી છે. 
    આ ઉપરાંત પ્રવાસ વખતે સામાજિક અંતરનુંપાલન કરવું, માસ્ક પહેરેલો હોય તો જ એસટી બસ સ્ટેન્ડ કે બસમાં મુસાફરી માટે પ્રવેશ આપવો, તમામ મુસાફરોના હાથ સેનેટાઇઝરની મદદથી સાફ કરવા જેવા નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે. શ્રી અશ્વિનીકુમારે કહ્યું કે, હાલના તબક્કે અમદાવાદ જિલ્લા સિવાય રાજ્યના બાકી તમામ જિલ્લાઓમાં એસટી બસોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply