Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-1962નો પ્રારંભ, ઘરે બેઠાં વિના મૂલ્યે મળશે પશુ સારવાર

Live TV

X
  • રાજયમાં હાલમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હેઠળના પશુપાલન પ્રભાગ દ્વારા કાર્યરત "કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-૧૯૬૨" તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ૧૦૮ ના સફળ અનુભવને ધ્યાને લઈ રાજય સરકાર દ્વારા "૧૦ ગામ દીઠ એક મોબાઇલ પશુ દવાખાના યોજના"નું લોકાર્પણ કરવામાં આવ્યું છે.

    જે હેઠળ કુલ ૪૬૦ જેટલા ફરતા પશુ દવાખાનાઓ પીપીપીના ધોરણે GVK-EMRI મારફતે શરૂ કરવાનું આયોજન છે. આ મોબાઇલ પશુ દવાખાના દ્વારા નિયત કરેલ ગામોમાં નિ:શુલ્ક પશુ સારવાર આપવામાં આવશે. આકસ્મિક સારવાર માટે ૧૯૬૨ પર ફોન કરી નિયત થયેલ ગામોમાં ઘર બેઠાં વિના મૂલ્યે પશુ સારવાર આપવામાં આવશે.

    આ તમામ વાહનો પશુ સારવાર માટેની જરૂરી તમામ દવા સાધન સામગ્રી અને નિષ્ણાત પશુચિકિત્સા અધિકારી સાથે ઉપલબ્ધ રહેશે. આ યોજના મારફતે નિ:શુલ્ક પશુ સારવાર સેવાઓ વર્ષના ૩૬૫ દિવસ સવારે ૭ થી રાત્રે ૭ દરમ્યાન પશુપાલકોને ગામ બેઠા ઉપલબ્ધ થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply