રાજ્યમાં કોરોનાના કેસ વધ્યા, છેલ્લાં 24 કલાકમાં નવા 247 કેસ નોંધાયા
Live TV
-
રાજ્યમાં ફરી એક વખત કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 247 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા વધીને 1 હજાર 064 થઈ છે. મહેસાણામાં કોરોનાના કારણે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. કોરોનાના કેસની વિગતે વાત કરીએ તો સૌથી વધુ 124 કેસ અમદાવાદમાં નોંધાયા છે. જ્યારે સુરતમાં 23, રાજકોટમાં 24, અમરેલીમાં 19, મોરબીમાં 17, મહેસાણામાં 12 અને વડોદરામાં 9 કેસ નોંધાયા છે. રાજ્યમાં ગઈકાલે સાંજ સુધીમાં 550 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું.