Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં કોરોનાના નવા 1329 કેસ નોંધાયા, 1336 દર્દીઓ રિકવર થયા, 16 દર્દીના મોત

Live TV

X
  • છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 1329 દર્દીઓ નોંધાયા..તો બીજી તરફ 1336 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચૂક્યા છે..જ્યારે રાજ્યમાં વધુ 16 દર્દીઓના કોરોનાથી મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કોરોના દર્દીઓનો આંક 1,08,295 પર પહોંચ્યો છે. જેમાં કુલ રિકવર દર્દીઓ 88,815 છે. આ સાથે કોરોનાથી દર્દીઓનો મૃત્યુઆંક 3,152 પર પહોંચ્યો છે

    રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો છે. આજે રાજ્યમાં કુલ 75,936 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 1168.24 પ્રતિ મિલિયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 30,01,383 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કુલ 1,329 કેસ નોંધાયેલા છે. આજ રોજ 1,336 દર્દીઓ સાજા થઇને ઘરે ગયેલા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 88,815 દર્દીઓ સાજા થયા છે અને સાજા થવાનો દર રાજ્યનો 82.01 ટકા છે.

    રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 6,23,545 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 6,23,091 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 454 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.

    જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 16,328 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 94 છે. જ્યારે 16,234 લોકો સ્ટેબલ છે. 88,815 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 3,152 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 16 લોકોનાં મોત નિપજ્યાં છે. અમદાવાદ કોર્પોરેશનમાં 4, સુરતમાં 3, રાજકોટ કોર્પોરેશનમાં 2, ગાંધીગનરમાં 1, ગાંધીગનર કોર્પોરેશનમાં 1, મહિસાગરમાં 1, સુરત કોર્પોરેશનમાં 1, સુરેન્દ્રનગરમાં 1, વડોદરામાં 1 અને વડોદરા કોર્પોરેશનમાં 1 સહિત કુલ 16 લોકોનાં મોત નિપજ્યાં છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply