રાજ્યમાં કોરોનાના 96 કેસ સાથે સાજા થવાનો દર 99.02 ટકા
Live TV
-
રાજ્યમાં કોરોનાના કેસમાં દિન-પ્રતિદિન ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં કોરોનાના આજે નવા 96 કેસ નોંધાયા છે. તો રાજ્યમાં આજે કોરોનાથી એક પણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી. આજે 237 દર્દી કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા છે. રાજ્યના મહાનગરોમાં નોંધાયેલા કોરોના કેસમાં અમદાવાદમાં આજે નવા 39 કેસ નોંધાયા છે. વડોદરામાં 12, રાજકોટમાં 7, સુરતમાં 5 અને ગાંધીનગરમાં 4 નવા કેસ નોંધાયા છે. જામનગરમાં 0, ભાવનગરમાં 1 અને જૂનાગઢમાં 0 કેસ નોંધાયા છે.
રાજ્યના જિલ્લાઓમાં કોરોનાના કેસની વિગતવાર વાત કરીએ તો, આણંદમાં 4, બનાસકાંઠામાં 3, કચ્છમાં 3, દાહોદ અને ખેડામાં 1-1, મહેસાણા 2, અને સુરેન્દ્રનગરમાં 1, છોટાઉદેપુર, મોરબી, પંચમહાલ અને સાબરકાંઠા અને તાપીમાં 1-1 કોરોના કેસ નોંધાયો છે. મહિસાગર, નવસારી, પાટણ, અમરેલી, અરવલ્લી, ભરુચ, ભાવનગર, બોટાદ, ગીરસોમનાથ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, નર્મદા, પોરબંદર અને વલસાડ જિલ્લામાં આજે એક પણ કોરોના પોઝિટીવ કેસ નથી નોંધાયા.
હાલ રાજ્યમાં કુલ 1,109 એક્ટિવ કેસ નોંધાયા છે જેમાંથી 8 દર્દી વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યાં છે. અત્યાર સુધીમાં કુલ 12,11,087 દર્દી કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે. તો કુલ 10,934 દર્દીએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે. અત્યાર સુધીમાં કુલ 10,31,93,784 લોકોને કોરોનાની રસી અપાઇ છે. જેમાં આજે 99,237 લોકોને કોરોનાની રસી અપાઈ છે.