રાજ્યમાં ગુલાબી ઠંડીની શરૂઆત, 10 શહેરમાં લઘુતમ તાપમાન 20 ડિગ્રીની નીચે પહોંચ્યું
Live TV
-
રાજ્યમાં ફુલગુલાબી ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે. અનેક જિલ્લાઓમાં વહેલી સવારે અને રાત્રે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે.
રાજ્યના 10 શહેરમાં લઘુતમ તાપમાન 20 ડિગ્રીની નીચે પહોંચ્યું છે. સૌથી ઓછું અમરેલીમાં 17.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. તો ગાંધીનગરમાં 19 ડિગ્રી લઘુમત તાપમાન નોંધાયું હતું.. ગાંધીનગરમાં રાત-દિવસના તાપમાનમાં 15.8 ડિગ્રીનો તફાવત જોવા મળી રહ્યો છે.
અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારે અને મોડી રાત્રે ફૂલગુલાબી ઠંડી અનુભવાઈ રહી છે. અમદાવાદમાં 20 ડિગ્રીની નજીક પહોંચી ગયું છે લઘુત્તમ તાપમાન હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેશે. હાલ ગુજરાતમાં ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે. આગામી દિવસોમાં પવનની દિશા બદલાતા ઠંડીનું પ્રમાણ વધવાની શક્યતા છે