Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં પોલીસ દળ વર્ગ-૩ના સંવર્ગોની સીધી ભરતી અને ખાતાકીય બઢતી પરીક્ષા માટે 'પોલીસ ભરતી બોર્ડ'ની રચના કરાઈ

Live TV

X
  • રાજ્યના પોલીસ દળ વર્ગ-3ની ખાલી જગ્યાઓ સત્વરે ભરી શકાય તે માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. પોલીસ દળ વર્ગ-3ની સીધી ભરતી પારદર્શક, નિષ્પક્ષ અને સત્વરે થઇ શકે તેવા શુભ આશયથી રાજ્ય સરકાર દ્વારા કાયમી પોલીસ ભરતી બોર્ડની રચના કરવામાં આવી છે.

    પોલીસ ભરતી બોર્ડ બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેકટર, પ્લાટુન કમાન્ડર, હથિયારી પોલીસ સબ ઈન્સ્પેકટર, બિન હથિયારી આસીસ્ટન્ટ સબ ઈન્સ્પેકટર, ઈન્ટેલીજન્સ ઓફિસર, આસીસ્ટન્ટ ઈન્ટેલીજન્સ ઓફિસર, બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ(SRPF), જેલ સિપોઈ(મેલ) તથા જેલ સિપોઈ(ફીમેલ) ઉપરાંત પોલીસ ખાતાના વર્ગ-3ના તમામ પોલીસ સંવર્ગોની સીધી ભરતીની પરીક્ષાઓ તથા સરકાર દ્વારા વખતો વખત નક્કી કરવામાં આવતી રાજ્ય પોલીસ દળના વર્ગ-૩ના પોલીસ કર્મચારીઓની ખાતાકીય પરીક્ષાઓ તથા ખાસ સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાની અને તે અંગેની તમામ આનુષાંગિક કાર્યવાહી કરશે.

    આ કાયમી ગુજરાત પોલીસ ભરતી બોર્ડમાં અધિક પોલીસ મહાનિદેશક કક્ષાના આઈ.પી.એસ. અધિકારી અધ્યક્ષ તેમજ અન્ય 4 સભ્યો રહેશે.

    આ બોર્ડ દ્વારા આગામી સમયમાં બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેકટરની 472 જગ્યાઓ, બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 6,600 જગ્યાઓ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 3,302  જગ્યાઓ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ(SRPF)ની 1,000 જગ્યાઓ, જેલ સિપોઈ(મેલ)ની 1,013 જગ્યાઓ તેમજ જેલ સિપોઈ(ફીમેલ)ની 85 જગ્યાઓ મળી કુલ 12,472 જેટલી ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવામાં આવશે.

    ગુજરાતમાં રાજ્ય પોલીસ દળ વર્ગ-૩ના પોલીસ સંવર્ગોની સીધી ભરતી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવતી હતી. સમયાંતરે મંડળના કાર્યભારણને જોતાં સમયસર ભરતી થાય તે માટે પોલીસ દળની વર્ગ-3ની જગ્યાઓ ભરવા માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના કાર્યક્ષેત્રમાંથી મુક્તિ મેળવીને ગૃહ વિભાગ હેઠળ કામચલાઉ લોકરક્ષક ભરતી બોર્ડ તથા પોલીસ સબ ઈન્સ્પેકટર ભરતી બોર્ડ મારફત આવી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હતી. હવેથી પોલીસ દળ વર્ગ-3ની ભરતી પોલીસ ભરતી બોર્ડ દ્વારા હાથ ધારવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply