રાજ્યમાં બાગાયત વિભાગ દ્વારા વર્ષ 2024-25 માટે i-khedut પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું
Live TV
-
ખેડૂતો બેંક પાસબુક, આધારકાર્ડ, રેશનકાર્ડ જેવા જરૂરી દસ્તાવેજ સાથે રાખીને ઈ ગ્રામ સેન્ટર પર જઈને 11મી મે સુધી ઓનલાઇન અરજી કરી શકશે
રાજ્યમાં બાગાયત વિભાગ દ્વારા વર્ષ 2024-25 માટે બાગાયતી યોજનાઓમાં સહાય મેળવવા માટે i khedut પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ અંગે અરવલ્લી જિલ્લાની ધનસુરા ગ્રામ પંચાયતના વીસીઈ આકાશ ખાંટે જણાવ્યું હતું કે, ખેડૂતો બેંક પાસબુક, આધારકાર્ડ, રેશનકાર્ડ જેવા જરૂરી દસ્તાવેજો સાથે રાખીને ઈ ગ્રામ સેન્ટર પર જઈ 11મી મે સુધી ઓનલાઇન અરજી કરી શકશે. ઓનલાઇન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ લઈ જરૂરી કાગળો સાથે સંલગ્ન જિલ્લાના નાયબ મદદનીશ બાગાયત નિયામકની કચેરીએ મોકલી આપવાના રહેશે.