રાજ્યમાં લોકડાઉનની સારી અસર,એરક્વોલિટી ઇન્ડેક્ષ સુધર્યો
Live TV
-
લોકડાઉનના લીધે રાજ્યના વાતાવરણમાં સારો પ્રભાવ જોવા મળી રહ્યો છે. ઉદ્યોગો તેમજ વાહનવ્યવહાર સાવ ઓછો થઈ જતાં વાયુ ગુણવત્તામાં સુધારો થયો છે. જો અમદાવાદના માર્ચ મહિનાના સરેરાશ એરક્વોલિટી ઇન્ટેક્ષની વાત કરીએ તો પહેલી માર્ચના રોજ આ ઇન્ડેક્ષ 143ની આસપાસ હતો. સાતમી માર્ચે 141, 19મી માર્ચે 173 અને 21મી માર્ચે 160ની આસપાસ હતો. વાયુ ગુણવત્તાના માપદંડો મુજબ 0 થી 100 વચ્ચે વાયુની ગુણવત્તા વધુ સારી ગણાય છે. હાલમાં પડેલા કમોસમી વરસાદને પણ સુધરેલી વાયુ ગુણવત્તાનું એક પરિબળ માની શકાય. હાલમાં અમદાવાદમાં સરેરાશ એરક્વોલિટી ઇન્ડેક્ષ 61 જેટલો છે. જે હવાની સારી ગુણવત્તા દર્શાવે છે. જેટલો એરક્વોલિટી ઇન્ટેક્ષ ઓછો તેટલી વાયુની ગુણવત્તા સારી. તે હિસાબે નવરંગપુરામાં 39, પિરાણા 60, રખિયાલ 48, ચાંદખેડા 52, બોપલ 99, સેટેલાઇટ વિસ્તારમાં 46 જેટલો એરક્વોલિટી ઇન્ડેક્ષ જોવા મળ્યો હતો. નોંધનીય છે કે આ સમય દરમિયાન સલ્ફર ડાયોક્યાસઇના પ્રમાણમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો હતો. દિવસભર વાહનવ્યવહાર તેમજ અન્ય પ્રવૃત્તિઓ બંધ
