રાજ્યમાં PSIની આજે લેખિત પરીક્ષા, 472 જગ્યા માટે 1.02 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે
Live TV
-
ગુજરાત પોલીસ ભરતી માટે જાન્યુઆરી-ફેબ્રુઆરી-2025 દરમિયાન લેવામાં આવેલી શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો પૈકી બિન હથિયારી પોલીસ સબ ઇન્સપેકટરની 472 જગ્યા માટે કુલ-1,02,935 ઉમેદવારોની લેખિત પરીક્ષા આજે અમદાવાદ, વડોદરા અને સુરત ખાતેની કુલ-340 શાળાઓમાં યોજવામાં આવીછે.
ગુજરાત પોલીસ ભરતી માટે જાન્યુઆરી-ફેબ્રુઆરી 2025માં લેવામાં આવેલી શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો પૈકી બિનહથિયારી પોલીસ સબ-ઇન્સ્પેકટરની 472 જગ્યા માટે કુલ 1 લાખ 2 હજાર 935 ઉમેદવારની લેખિત પરીક્ષા આજે યોજાઇ છે. અમદાવાદ, વડોદરા અને સુરતની કુલ 340 સ્કૂલમાં પરીક્ષા યોજવામાં આવી છે. આ પરીક્ષામાં ૩-૩ કલાકના બે પેપર હશે. પરીક્ષામાં ગેરરિતી ન થાય તે માટે ૮ હજારથી વધુ પોલીસ સ્ટાફ તથા શિક્ષકો પરીક્ષાની કામગીરીમાં જોડાયા હતા. તમામ પરીક્ષા કેન્દ્રો તથા વર્ગખંડમાં CCTV કેમેરાથી લાઇવ મોનીટરીંગ થશે.
આ પરીક્ષા પારદર્શક રીતે કોઇપણ ગેરરિતી વગર યોજાય તે માટે 8000થી વધુ પોલીસ અને શિક્ષણ વિભાગના કર્મચારીઓ કામગિરીમાં જોડાયા છે. દરેક પરીક્ષા કેન્દ્ર ઉપર એક PI / PSIને ભરતી બોર્ડના પ્રતિનિધી તરીકે નિમણુંક આપવામાં આવી છે. લેખિત પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વિવિધ પગલાઓ લેવામાં આવ્યા છે. તમામ પરીક્ષા કેન્દ્રો તથા વર્ગખંડમાં CCTV કેમેરાથી લાઇવ મોનીટરીંગ કરવામાં આવશે. આ પરીક્ષામાં ગેરરિતી કરનાર કે ગેરરિતીમાં મદદ કરનાર વિરૂધ્ધ સખ્ત પગલાઓ ભરવામાં આવશે.