Skip to main content
Settings Settings for Dark

રાજ્યવ્યાપી પલ્સ પોલિયો અભિયાનનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો

Live TV

X
  • ૨૮ જૂન ૨૦૨૬ના રવિવારને પોલિયો રવિવાર તરીકે મનાવીને આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે એટલું જ નહિ તારીખ ૨૯ અને ૩૦ જૂનના દિવસોએ આરોગ્ય કર્મીઓ હાઉસ ટુ હાઉસ ફરીને ૦ થી ૫ વર્ષના ભૂલકાઓને પોલિયો ટીપાં પીવડાવશે.

    બાળલકવા નાબૂદી માટે “પલ્સ પોલિયો અભિયાન” અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે બાળકોને પોલિયો રસીના ટીપાં પીવડાવીને પોલિયો વિરોધી રસીકરણનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. આ અભિયાન અંતર્ગત રાજ્યના  ૦ થી ૫ વર્ષની વય જૂથના ૮૩ લાખ ૪૯ હજારથી વધુ બાળકોને આવરી લેવામાં આવશે. આ હેતુસર રાજ્યભરમાં ૩૨,૯૯૭ પોલિયો બુથ પરથી આરોગ્ય વિભાગના ૬,૫૯૯ સુપરવાઇઝર્સના માર્ગદર્શનમાં કુલ ૬૫,૯૯૪ આરોગ્ય ટીમ બાળકોને ટીપાં પીવડાવવાની કામગીરીમાં જોડાશે.

    ૨૮ જૂન ૨૦૨૬ના રવિવારને પોલિયો રવિવાર તરીકે મનાવીને આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે એટલું જ નહિ તારીખ ૨૯ અને ૩૦ જૂનના દિવસોએ આરોગ્ય કર્મીઓ હાઉસ ટુ હાઉસ ફરીને ૦ થી ૫ વર્ષના ભૂલકાઓને પોલિયો ટીપાં પીવડાવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની ઉપસ્થિતિમાં ભૂલકાઓને પોલિયો રસીના ટીપાં પીવડાવી આ અભિયાનનો પ્રતિકાત્મક પ્રારંભ 

    ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ, શહેર ભાજપ પ્રમુખ આશિષ દવે, આરોગ્ય અધિક મુખ્ય સચિવ રાજીવ ટોપનો, આરોગ્ય કમિશનર ડો. રતનકવર ગઢવી અને ભૂલકાઓના માતા-પિતા તેમજ આરોગ્ય અધિકારીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતાં.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply