રાજ્ય સરકારની નવી પહેલ: 'વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસ'
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સફળતા બાદ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે હવે 'વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસ'ની નવતર પહેલ શરૂ કરી છે.
9 ઓક્ટોબરે મહેસાણામાં શુભારંભ આ પ્રાદેશિક કોન્ફરન્સની પ્રથમ શૃંખલાનો શુભારંભ તા. 9મી ઓક્ટોબર, 2025ના રોજ મહેસાણાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરાવશે. ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત અને ઉદ્યોગ કમિશનર પી. સ્વરૂપે આ અંગે વિગતો આપી હતી.દરેક પ્રદેશની ઔદ્યોગિક-આર્થિક ક્ષમતા અને રોકાણની સજ્જતાને વૈશ્વિક પ્લેટફોર્મ પૂરું પાડવું, તેમજ 'વોકલ ફોર લોકલ'ને પ્રોત્સાહન આપવું.જાપાન, દક્ષિણ કોરિયા, વિયેતનામ અને નેધરલેન્ડ્સ જેવા દેશો, તેમજ જેટ્રો, ઇન્ડો કેનેડા બિઝનેસ ચેમ્બર, યુએસઆઈએસપીએફ, વિશ્વ બેંક અને રશિયન ફેડરેશનના વેપાર પ્રતિનિધિત્વ જેવી સંસ્થાઓ સહભાગી થશે.
અન્ય ઝોન માટે કોન્ફરન્સની તારીખો:
ઝોન સ્થળ તારીખ ફોકસ ક્ષેત્રો (મુખ્ય)
કચ્છ અને સૌરાષ્ટ્ર રાજકોટ 8-9 જાન્યુઆરી, 2026 સિરામિક્સ, એન્જિનિયરિંગ, પોર્ટ્સ, મત્સ્યઉદ્યોગ
દક્ષિણ ગુજરાત સુરત 9-10એપ્રિલ, 2026 કેમિકલ્સ, ટેક્ષ્ટાઇલ, જેમ્સ અને જ્વેલરી
મધ્ય ગુજરાત વડોદરા 10-11જૂન, 2026 સેમિકન્ડક્ટર, IT&ITeS, બાયોટેક, એરોસ્પેસમહેસાણા ખાતેની બે દિવસીય કોન્ફરન્સમાં 32 સેમિનાર, રાઉન્ડટેબલ કોન્ફરન્સ, અને પેનલ ચર્ચાઓનું આયોજન થશે. મુખ્ય આકર્ષણોમાં નીચેનાનો સમાવેશ થાય છે:રિવર્સ બાયર સેલર મીટ (RBSM): 40 દેશોમાંથી 38 આંતરરાષ્ટ્રીય ખરીદદારો ભાગ લેશે.તા. 9 થી 13 ઓક્ટોબર,2025 દરમિયાન 18,000 ચો.મી. વિસ્તારમાં યોજાશે, જેમાં MSME માટે વિશેષ પેવેલિયન હશે.ઉદ્યોગનું પ્રેક્ટિકલ જ્ઞાન આપવા માટે મારુતિ સુઝુકી, બનાસ ડેરી, દૂધ સાગર ડેરી જેવા અગ્રણી એકમોની મુલાકાતનું આયોજન. વડનગર, અંબાજી, મોઢેરા સૂર્ય મંદિર અને નડાબેટ (ભારત-પાકિસ્તાન સરહદ) જેવી જગ્યાઓની મુલાકાતનો સમાવેશ.
તા. 6 ઓક્ટોબર સુધીમાં કુલ 13,246 રજીસ્ટ્રેશન થઈ ચૂક્યા છે, જેમાં 216 આંતરરાષ્ટ્રીય વ્યક્તિઓ અને 35 આંતરરાષ્ટ્રીય કંપનીઓ સામેલ છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ, ઈસરોના ચેરમેન ડૉ. વી. નારાયણન અને અગ્રણી ઉદ્યોગપતિઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે.
