Skip to main content
Settings Settings for Dark

રાજ્ય સરકારનો GSRTC ના કર્મચારીઓને મળતા ભથ્થામાં નોધપાત્ર વધારો કરવાનો નિર્ણય

Live TV

X
  • ગુજરાત એસ.ટી.નિગમના કર્મચારીઓને મળતા ભથ્થામાં નોધપાત્ર વધારો કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો હોવાનું વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ જણાવ્યુ છે.

    મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ ઉમેર્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ એસટી નિગમના ત્રણેય માન્ય યુનિયનોના હોદ્દેદારો સાથે બેઠક બાદ માંગણીના હકારાત્મક ઉકેલ તેમજ પગારમાં વધારો કરવાનો નિર્ણય કરાયો છે.

    મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ વધુમાં જણાવ્યુ હતું કે ફિક્સ પગારના કર્મીઓના વેતનમાં રૂપિયા 2,000 સુધીનો વધારો કરાયો છે. ડ્રાઇવર અને કંડકટરના ગ્રેડ–પેની અમલવારી કરીને તે મુજબનું ચુકવવાનું બાકી એરીયર્સ પહેલી ઓક્ટોબર 2022 સુધીમાં ચુકવવામાં આવશે. નિગમના કર્મચારીઓને મોંઘવારી ભથ્થાની 11% અસર સપ્ટેમ્બર-૨૦૨૨ અને પેઈડ ઈન ઓકટોબર ૨૦૨૨માં અસર આપવામાં આવશે. જયારે બાકી ૩% મોંઘવારી ભથ્થાની અસર તા.૦૧ ફેબ્રુઆરી ૨૦૨૩થી આપવામાં આવશે.  11% મોંઘવારી ભથ્થાના એરીયર્સની ૨કમ ત્રણ હપ્તામાં ચુકવવા નકકી કરવામાં આવ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply