Skip to main content
Settings Settings for Dark

રાધનપુર હાઈવે પર, એસટી બસ અને રિક્ષા વચ્ચે ભયંકર અકસ્માત, 6 લોકોના મોત

Live TV

X
  • રાધનપુર હાઈવે પર આજે ગંભીર અકસ્માત સર્જાયો છે, જ્યાં હિંમતનગરથી માતાના મઢ જતી એસટી બસે રિક્ષાને અડફેટે લીધી હતી. અકસ્માત રાધનપુર નજીકના ગોચનાદ પાસે થયો હતો. બસ અને રિક્ષા વચ્ચે બનેલા આ અકસ્માતમાં રિક્ષાનો ભુક્કો બોલી ગયો હતો અને તેમાં સવાર તમામ 6 લોકોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. મૃતકો રાધનપુરના વાદી વસાહતના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

    ઘટનાસ્થળે રાધનપુરના ધારાસભ્ય લવીંગજી ઠાકોર પણ તાત્કાલિક પહોંચ્યા હતા. તેમણે દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું કે આ એક ભયંકર અને હૃદયદ્રાવક ઘટના છે. મૃતકો તેમના ઘરની તરફ જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. મૃતકોના શરીર એકબીજાથી ચોંટી ગયેલા દૃશ્યો લોકોના રુવાડાં ઊભા કરી દીધા હતાં.

    અકસ્માતના પગલે રસ્તા પર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. રિક્ષામાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢવા માટે 108 એમ્બ્યુલન્સ અને ક્રેઈનને પણ બોલાવવામાં આવ્યા હતાં. બસ રોડ નીચે ઊતરી ગઈ હતી અને રિક્ષામાં સવાર લોકો બસના આગળના ભાગમાં દબાઈ ગયા હતા.

    ધારાસભ્ય લવીંગજી ઠાકોરે જણાવ્યું હતું કે, મૃતકોના પરિવારજનોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી 4-4 લાખ રૂપિયાની સહાય મળે તે માટે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે, હું મૃતકોના પરિવાર માટે તાત્કાલિક સહાય અને ન્યાય અપાવવાનો પ્રયાસ કરીશ.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2025 Max Temp : °C Min Temp : °C
apply