Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રીય એકતા દિવસે મુખ્યમંત્રીએ અમદાવાદ ખાતે 'યુનિટી માર્ચ'ને પ્રસ્થાન કરાવ્યું

Live TV

X
  • સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 'યુનિટી માર્ચ' યોજાઈ,મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ રાષ્ટ્રહિત પ્રથમના ભાવ સાથે 'એકતા શપથ' લીધા

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત 'સરદાર@૧૫૦ યુનિટી માર્ચ'ને પ્રસ્થાન કરાવ્યું હતું.આ પ્રસંગે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર કરી નમન કર્યા હતા.મુખ્યમંત્રીએ અખંડ ભારતના શિલ્પી અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ પ્રસંગે ભાવાંજલિ અર્પણ કરી હતી. 

    તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશભરમાં સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિતે ભવ્યાતિભવ્ય ઉજવણીનું આયોજન કરાયું છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ના નિર્માણથી સરદાર પટેલને વડાપ્રધાનશ્રીએ ખરા અર્થમાં શ્રધ્ધાંજલિ આપી છે. સરદારસાહેબની આ પ્રતિમા ભારતના સામર્થ્ય અને ગૌરવવંતા ઇતિહાસનું શ્રેષ્ઠ પ્રતિક છે તેમ પણ મુખ્યમંત્રીએ કહ્યું હતું.

    સરદાર સાહેબને યાદ કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલે આઝાદી પછી 562 જેટલા દેશી રજવાડાઓનું વિલીનીકરણ કરી સ્વતંત્ર ભારતનું નિર્માણ કર્યું હતું.તેમણે ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રીના નેતૃત્વમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે 370 દૂર કરી ભારતને એક અને અખંડ બનાવ્યું છે. વડાપ્રધાનએ પ્રદેશો અને રાજ્યો વચ્ચે સાંસ્કૃતિક આદાન-પ્રદાન કરી 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની રચના કરી છે તેમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી ના દિશાદર્શનમાં વર્ષ ૨૦૧૪થી સરદાર પટેલની જન્મજયંતિ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવાય છે,આજે આયોજિત 'યુનિટી માર્ચ' દેશની એકતા અને અખંડિતતાનું પ્રતિક છે.

    મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી ના નેતૃત્વમાં સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસના મંત્ર થકી ભારત ત્રીજી મોટી આર્થિક મહાસત્તા બનવા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે આ 'રન ફોર યુનિટી' સમગ્ર દેશને એકતાના તાંતણે જોડનારું માધ્યમ છે. મુખ્યમંત્રીએ ગૌરવપૂર્વક જણાવ્યું હતું કે, જે રીતે આઝાદીના આંદોલનમાં સ્વદેશી માટેનો જોમ, જુસ્સો લોકોમાં જાગ્યો હતો એવો જ જોમ અને જુસ્સો આ વખતે દિવાળી ના તહેવારોમાં સ્વદેશી વસ્તુઓની ખરીદીમાં આપણને જોવા મળ્યો છે.આપણે સૌ, સરદાર સાહેબને યાદ કરી એક અને નેક બની, સ્વદેશીને જીવનનો હિસ્સો બનાવીને વિકસિત ભારતનું નિર્માણ કરીએ તેવું મુખ્યમંત્રીએ સૌને આહ્વાન કર્યું હતું.

    આ પ્રસંગે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોએ અને ઉપસ્થિત સૌ નાગરિકોએ રાષ્ટ્રહિત પ્રથમના ભાવ સાથે 'એકતા શપથ' લીધા હતા.અમદાવાદ શહેરના મેયર  પ્રતિભાબેન જૈનએ સ્વાગત પ્રવચન કરી 'યુનિટી માર્ચ'માં આવકાર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનથી સરદાર પટેલને સાચી શ્રધ્ધાંજલિ અર્પણ કરવા આ 'યુનિટી માર્ચ'માં ભેગા થયા છીએ. આ 'યુનિટી માર્ચ'થી રાષ્ટ્રભાવનાની નવી ચેતનાનો સંચાર થયો છે તેવું તેમણે ઉમેર્યું હતું. વધુમાં તેમણે કહ્યું કે, આ યુનિટી માર્ચ 'મેદસ્વિતા મુક્ત ગુજરાત, તંદુરસ્તયુકત ગુજરાત'ને સાર્થક કરશે.

    ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ‘એક ભારત, આત્મનિર્ભર ભારત’ના સંદેશને વધુ મજબૂત કરવા આ યુનિટી માર્ચનું આયોજન કરાયું હતું.મુખ્યમંત્રીએ નારણપુરાની સરદાર પટેલ કોલોનીમાં આવેલી સરદાર પટેલની પ્રતિમા પાસેથી સવારે ૭.૩૦ વાગ્યે યુનિટી માર્ચનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ યુનિટી માર્ચ નારણપુરા સરદાર પટેલ કોલોનીથી શરૂ થઈ સરદાર પટેલ સ્ટેડિયમ રોડ, સી.જી. રોડ થઈને આશ્રમ રોડ પરની મહાત્મા ગાંધીજીની પ્રતિમા ખાતે પૂર્ણ થઈ હતી.

    આ યુનિટી માર્ચમાં મેયર  પ્રતિભાબેન જૈન, રાજ્યમંત્રી  દર્શનાબેન વાઘેલા, સાંસદઓ, શહેરના સર્વે ધારાસભ્યઓ,  ડેપ્યુટી મેયર  જતીન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન  દેવાંગ દાણી, શાસક પક્ષના નેતા  ગૌરાંગ પ્રજાપતિ, દંડક શીતલ ડાગા, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની, શહેર પોલીસ કમિશનર  જી.એસ.મલિક, જિલ્લા કલેક્ટર  સુજીત કુમાર, જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે તથા વહીવટીતંત્રના અધિકારીઓ, ગુજરાત વિદ્યાપીઠના વાઇસ ચાન્સેલર ડૉ.હર્ષદ પટેલ તથા કોર્પોરેટરશ્રીઓ, યુવાનો, વિદ્યાર્થીઓ, રમતપ્રેમીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply