Skip to main content
Settings Settings for Dark

રિન્યુએબલ એનર્જી બનશે ગુજરાતની એનર્જી: ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ

Live TV

X
  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રી પ્રલ્હાદ જોષીનો આભાર વ્યક્ત કરતા ઊર્જા મંત્રી. સમિટના બીજા દિવસે ગુજરાતના ચાર સેમિનાર યોજાયા

    રાજ્યના ઊર્જા મંત્રી કનુંભાઇ દેસાઈએ RE- INVEST સમિટના બીજા દિવસે પત્રકાર પરિષદને સંબોધન કરતા કહ્યું હતું કે, રાજ્યમાં પહેલીવાર રીન્યુએબલ એનર્જી સમિટનું આયોજન થયું છે, જે ગુજરાત માટે ગૌરવપૂર્ણ બાબત છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રી પ્રલ્હાદ જોષીનો આ માટે આભાર વ્યક્ત કર્યો હતો.

    મંત્રીએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, રિન્યુએબલ એનર્જીમાં સમગ્ર દેશમાં ૨૦૦ ગી.વો.ની ક્ષમતામાં ઉત્પાદન થયું જેમાં ગુજરાતે ૩૦ ગી.વો.ની ક્ષમતામાં એટલે કે, ૧૫ ટકા જેટલું ઉત્પાદન રાજ્યમાં થયું છે. તેમણે કહ્યું હતુ કે, રૂફ્ટોપ યોજના હેઠળ રાજ્યના અંદાજે ૫ લાખ ઘર ઉપર સોલાર સિસ્ટમ લગાવવામાં આવ્યું છે. જ્યારે, પી.એમ. સૂર્યધર યોજના હેઠળ ભારતમાં કુલ ૩.૫૬ લાખ ઘરો ઉપર સોલાર છે જેમાંથી, ગુજરાતમાં ૧.૫૦ લાખ જેટલા ઘરોએ આ યોજનાનો લાભ લીધો છે.

    વધુમાં પી.એમ. સૂર્યધર યોજનાનો ભારતમાં વધુ એક કરોડ ધરો ઉપર સોલાર સિસ્ટમ લગાવવાનું લક્ષ્યાંક છે જેમાં ગુજરાતને ૧૦ લાખનો લક્ષ્યાંક મળ્યું છે. સાથે જ, આ સમિટના બે જ દિવસમાં અંદાજે ૩,૨૫,૦૦૦ કરોડથી વધુના રોકાણની પણ શપથપત્રના માધ્યમથી જાહેરાત થઈ ગઈ છે. આ ઉપરાંત, ૭.૪૧ લાખ કરોડનું રોકાણ વાઇબ્રન્ટ વખતે રીન્યુએબલ એનર્જી ક્ષેત્રે મળ્યું હતું, તેમ મંત્રી દેસાઈએ ઉમેર્યું હતું.આ સમિટના બીજા દિવસે ગુજરાતના ચાર સેમિનાર ગ્રીન હાઇડ્રોજન, કલાઈમેટ ચેન્જ વગેરે જેવા વિષયો ઉપર યોજાયા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply