Skip to main content
Settings Settings for Dark

રિવરફ્રંટ ખાતે 'સરસ મેળો 2020'નું આયોજન, ગ્રામીણ મહિલાઓના ઉત્પાદનોના લાગ્યા સ્ટૉલ 

Live TV

X
  • ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય અને ગુજરાત સરકારના ગ્રામ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે સમગ્ર દેશના વિવિધ રાજ્યોમાંથી કલાત્મક ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતા ગ્રામીણ મહિલા સ્વ-સહાય જૂથોના ઉત્થાન માટે અમદાવાદના સાબરમતી રીવરફ્રન્ટ ખાતે 'સરસ મેળો-2020'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામ વિકાસ રાજ્યમંત્રી બચુભાઈ ખાબડના હસ્તે આ મેળાનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

    દેશના વિવિધ રાજ્યો તથા ગુજરાત રાજ્યના ગ્રામીણ મહિલા સ્વ-સહાય જૂથોને બજાર વ્યવસ્થા પૂરી પાડી તેમના દ્વારા ઉત્પાદિત કરાયેલી કલાત્મક વિવિધ ચીજવસ્તુઓના વેચાણ થકી આવા સ્વ-સહાય જૂથોને પ્રોત્સાહિત કરવાના આશયથી આ સરસ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે અધિક ગ્રામ વિકાસ કમિશનર તેમજ મેનેજિંગ ડિરેક્ટર ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કં. લિ.ના ડી.જી. કાપડીયા તથા જિલ્લા વિકાસ અધિકારી મહેશબાબુ ઉપસ્થિત રહ્યા હતા.

    તા. 16 થી 23 ફેબ્રુઆરી સુધી યોજાનાર આ સરસ મેળો કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. તે ઉપરાંત દેશભરના વિવિધ રાજ્યોમાંથી હસ્તકલા સાથે સંકળાયેલા ગ્રામીણ મહિલા જૂથો આ સરસ મેળાનો હિસ્સો બનશે અને તેમના દ્વારા તૈયાર કરાયેલી કલાત્મક ચીજવસ્તુઓ મેળામાં વિશેષ આક્રષણનું કેન્દ્ર બની રહેશે.

    આ પ્રાદેશિક સરસ મેળામાં દેશના વિવિધ રાજ્યોના 50 સ્ટોલ તેમજ ગુજરાતના તમામ જિલ્લાના 100 જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. આ મેળામાં હરિયાણા, આંધ્રપ્રદેશ, આસામ, પંજાબ, છત્તિસગઢ, તેલંગાણા, ગોવા, ઓડિશા, ઉત્તરપ્રદેશ, કેરળ અને પોંડિચરી સહિતના રાજ્યો ભાગ લઈ રહ્યા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
apply