રેસીડેન્ટ તબીબોની હડતાલ ગેરવ્યાજબી: નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ
Live TV
-
અમદાવાદમાં રેસિડેન્ટ ડોક્ટર્સની હડતાલના મામલે રાજ્ય સરકાર સ્પષ્ટ વલણ રાખ્યુ છે. જેમાં આજે સોમનાથ ખાતે નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે જણાવ્યું હતું કે તબીબોની હડતાલથી દર્દીઓની સ્થિતિ પર વિપરિત અસર થવાની સાથે આરોગ્ય સેવા કથળી રહી છે. ત્યારે તબીબો હડતાલ બંધ કરીને નિયત સ્થળે ફરજ પર હાજર થાય, ત્યારબાદ જ સરકાર વાતચીત કરવા માટે તૈયાર થશે. તેમણે ઉમેર્યુ હતું કે, આ તબીબો હવે વિદ્યાર્થી રહેતા નથી કેમ કે, તેઓએ યુનિવર્સીટીની ડીગ્રી મેળવી તબીબ બની ગયા છે એટલે એમણે હોસ્ટેલ સત્વરે ખાલી કરીને એમને જે સી.એચ.સી અને જિલ્લા- તાલુકા કક્ષાની હોસ્પિટલોમાં સેવા માટેના ઉંચા પગાર સાથે ઓર્ડર કર્યા છે એમાં સત્વરે જોડાઈ જવુ જોઈએ. તેમની માંગણીઓને અગાઉથી જ સરકારે ગેરવ્યાજબી ગણાવી છે અને મુખ્યમંત્રી વિજય રુપાણી પણ તબીબોને હાજર થવા માટે અપીલ કરી ચુક્યા છે.
