રોજગાર મેળા અતર્ગત અમદાવાદ, વડોદરા, રાજકોટમાં નિયુક્તિ પત્રોનું વિતરણ કરાયું
Live TV
-
અમદાવાદમાં શાહીબાગ ખાતે ગુજરાતમાંથી સરકારી નોકરી મેળવેલ ઉમેવારોને કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે નિયુક્તિ પત્ર આપવાં આવ્યા હતા.
દેશભરમાં 37 સ્થળોએ સરકારી નોકરીઓમાં પસંદગી પામેલા 51 હજારથી વધુ ઉમેદવારોની નિયુક્તિ પત્રોનું વિતરણ કરવાનો કાર્યક્રમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી યોજવામાં આવ્યો હતો. જેના અનુસંધાને અમદાવાદમાં પણ શાહીબાગ ખાતે ગુજરાતમાંથી સરકારી નોકરી મેળવેલ ઉમેવારોને કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે નિયુક્તિ પત્ર આપવાં આવ્યા હતા. આ તકે સાંસદ નરહરિ અમીન, ધારાસભ્ય દિનેશ કુશવાહ, અમદાવાદના મેયર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા સાથે નોંધનીય છે કે સૌથી વધુ નોકરી રેલવે વિભાગ દ્વારા આપવામાં આવી છે અને 31 ટકાથી વધુ મહિલા ઉમેદવારોને નોકરી આપવામાં આવી છે.
રાજકોટમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની વર્ચ્યુલ અને કેન્દ્રીયમંત્રી પરસોતમ રૂપાલાની ઉપસ્થિતમાં જગજીવનરામ રેલવે ઇન્સ્ટિટ્યૂટ ખાતે 10માં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ અને આસપાસના વિસ્તારના કુલ 64 ઉમેદવારોને નિમણુંક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. રાજકોટ શહેરમાં રેલવે વિભાગમાં 45,પોસ્ટ વિભાગમાં 5, રેલવે વિભાગમાં 3 , હેલ્થ વિભાગમાં 6, બેન્કિંગ ક્ષેત્રે 5 મળી કુલ 64 જેટલા ઉમેદવારોએ નોકરી મેળવી ખુશી વ્યક્ત કરી કેન્દ્ર સરકાર તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. આ તકે કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલાએ જણાવ્યું કે.. દેશમાં 51 હજાર યુવાઓને રોજગારી આજે મળી છે. હાલમાં ભારત દેશનીઅર્થતંત્રની સ્થિતિ મજબૂતાઇ સાથે સુધરી રહી છે
વડોદરાના પશ્ચિમ રેલવે ડિવિઝન દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગર ગૃહ ખાતે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ અને આયુષ રાજ્યમંત્રી ડોકટર મહેન્દ્ર મુંજપરાની પ્રેરક ઉપસ્થિતિમાં રોજગારીપત્રો વિતરણ કરવામાં આવ્યા હતા.આ તકે સાંસદ રંજનબેન ભટ્ટ, વડોદરાના ડિઆરએમ જીતેન્દ્ર સિંહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.આજે કુલ 67 યુવાનો યુવતીઓને રોજગારીપત્રો વિતરણ કરવામાં આવ્યા.જેમાં રેલ્વેમાં 37,પોસ્ટલમાં 13,આવકવેરા વિભાગમાં 3 ઓરીએન્ટલ વીમા કમ્પનીમાં 9, સીઆરપીએફમાં 1,એસબીઆઈઅને પીઆઈબી બેંકમાં એક એક, કેન્દ્રીય વિધ્યાલયમાં એક અને એસ વી એન આઈ ટી માં 1મળી કુલ 67 વ્યક્તિઓને રોજગારી પત્ર આપવામાં આવ્યા હતા.
