Skip to main content
Settings Settings for Dark

લગ્ન પ્રસંગમાં જઇ રહેલા પરિવારને અરવલ્લીના માલપુર નજીક નડયો અકસ્માત

Live TV

X
  • ટ્રકની ટક્કર વાગતા ટ્રેકટરમાં સવાર લોકો ફંગોળાઇને નદીમાં પડ્યા, 2 મૃતદેહ મળી આવ્યા

    અરવલ્લી જિલ્લાના માલપુર નજીક વાત્રક નદી બ્રિજ પર ગમખ્વાર અકસ્માત થતાં લોકોના મોત થયા છે, ત્યારે વીસ જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે, ગત મોડી રાત્રે માલપુર નજીક બેલ્યો ગામથી મહિયાપુર ગામે ટ્રેક્ટરમાં લગ્ન પ્રસંગે જઇ રહ્યા હતા, ત્યારે નવ વાગ્યાના અરસામાં ટ્રકએ ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો,, અકસ્માતને પગલે ટ્રેક્ટરમાં સવાર લોકો ફંગોળાઇને નદીમાં પડી ગયા હતા.. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા, અને ઘટનાની જાણ થતાં મોડાસાની ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી નદીમાં પડેલા લોકોની શોધખોળ કરવાની તજવીજ હાથ ધરી હતી, જેમાંથી 2 લોકોના મૃતદેહ મળી આવ્યા છે, જો કે અન્ય ત્રણ લોકો હજી લાપતા હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે,, અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને માલપુર તેમજ મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply