લોકગાયિકા ગીતા રબારીએ પ્રધાનમંત્રી મોદી સાથે કરી મુલાકાત
Live TV
-
ગુજરાતના લોકગાયિકા ગીતા રબારીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દિલ્હી ખાતે મુલાકાત કરી હતી.
તેમણે પીએમ મોદી સાથે કરેલી મુલાકાત બાદ જણાવ્યુ કે, દરેક ગુજરાતી માટે પીએમ મોદી પિતા સમાન છે. તેમના શાસનમાં ગુજરાતનો હમેશા વિકાસ થયો છે. બાળપણમાં તેમની સાથે મારી મુલાકાત થઈ હતી, આજે હું તેમની સાથે મુલાકાત કરવા માટે દિલ્હીની મુલાકાતે છુ. મુલાકાત બાદ તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે એક ગીત પણ ગાઈને સંભળાવ્યું હતુ. આ ગીતને 25 કરોડથી પણ વધુ વ્યુઝ મળ્યા છે.
મુલાકાત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરીને કહ્યું હતું કે, ગીતા રબારી જેવા લોકો સમાજ માટે પ્રેરણાદાયી છે. સામાન્ય પૃષ્ઠભુમિ ધરાવતા ગીતાબેનની સંગીત ક્ષેત્રે મળેલી સફળતાની તેમણે સરાહના કરી હતી અને કહ્યું હતું કે, ગુજરાતી લોક સંગીતને યુવાનો વચ્ચે ખ્યાતનામ બનાવવાના તેમના પ્રયત્નોથી હું ખુબજ પ્રભાવીત છુ. પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યા બાદ ગીતા રબારીને ભવિષ્યના તેમના પ્રયત્નો માટે શુભેરછાઓ પણ પાઠવી હતી.
