લોકસભા ચૂંટણી સંદર્ભે મળતી ફરિયાદો માટે ગાંધીનગર ખાતે કંટ્રોલ રૂમ કાર્યરત
Live TV
-
ચૂંટણી સંદર્ભની ફરીયાદ 1950 ટોલ ફ્રી નંબર પર અને www.eci.gov.in પર ઑનલાઈન કરી શકાશે
લોકસભા ચૂંટણી 2024ની તારીખો જાહેર કરવામાં આવતા જ દેશમાં આચારસંહિતતા લાગુ થઈ ગઈ છે. જે સંદર્ભે રાજ્યમાં ચૂંટણી સંદર્ભે મળતી ફરિયાદોનો ઝડપથી નિકાલ થાય અને સમગ્ર પ્રક્રિયા પર અસરકારક નિયંત્રણ રહે તે હેતુથી ગાંધીનગર ખાતે કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. આ કંટ્રોલ રૂમ જાહેર રજાઓના દિવસે પણ કાર્યરત રહેશે. આ કંટ્રોલ રૂમ ખાતે ગુજરાત લોકસભા સામાન્ય ચૂંટણી 2024 સંબંધિત ફરિયાદો અને રજૂઆતો સ્વીકારવામાં આવશે. આ સેન્ટરનો હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે, જે કચેરીના સમય દરમિયાન કાર્યરત રહેશે. ઉપરાંત, કોઈપણ પ્રકારની ફરીયાદ 1950 ટોલ ફ્રી નંબર પર અને www.eci.gov.in પર ઑનલાઈન પણ ફરીયાદ કરી શકાશે.
