વડનગરમાં હોળી પર્વની 800 વર્ષ જૂની પરંપરાથી ઉજવણી
Live TV
-
ઘેરૈયા ચૌદશે બ્રહ્મ સમાજના યુગલો પોતાના પ્રથમ સંતાનની પ્રાપ્તિએ દીકરી કે દીકરાને લઈને ઘેરીયો ઘૂમે છે
આજે રાજ્યમાં રંગોના પર્વ હોળીની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ઐતિહાસિક નગરી વડનગરમાં હોળીના પર્વ પહેલા મોઢ બ્રાહ્મણો ઘેરૈયા ચૌદશની 800 વર્ષ જૂની પરંપરાની આજે પણ ઉજવણી કરી રહ્યા છે. તેમજ ઘેરૈયા ચૌદશે બ્રહ્મ સમાજના યુગલો પોતાના પ્રથમ સંતાનની પ્રાપ્તિએ દીકરી કે દીકરાને લઈને ઘેરીયો ઘૂમે છે અને અન્ય લોકો પણ લાકડી સાથે ગરબાની જેમ જ જુદા પ્રકારે ઘેરિયા રમે છે. આ પરંપરા પાછળ ભક્ત પ્રહલાદની હોલિકા દહનની દંતકથા સંકળાયેલી હોવાનું મનાય છે.