વડનગરમાં 108 કલાકારોની ડમરુ યાત્રાથી ગુંજ્યો શિવનાદ
Live TV
-
‘શ્રાવણ ઉત્સવ-2026’ અંતર્ગત રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા વડનગરમાં ભવ્ય ડમરુ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધાંસકોળ દરવાજાથી શરૂ થયેલી યાત્રામાં 108 કલાકારોએ એકસાથે ડમરુ વાદન કરી સમગ્ર વાતાવરણને શિવમય બનાવ્યું હતું.
રાજ્યના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા બાબતોના મંત્રી રમણ સોલંકી યાત્રામાં સહભાગી થયા હતા. યાત્રા ભુવનેશ્વરી માતા મંદિર, મસીયા મહાદેવ, મહાકાળી મંદિર સહિતના સ્થળોએથી પસાર થઈ હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂર્ણ થઈ હતી.યાત્રાના સમાપને મંત્રીએ હાટકેશ્વર મહાદેવના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી તથા શ્રદ્ધાળુઓને પ્રસાદ અને શિવ કીટનું વિતરણ કર્યું હતું. કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ મિતિકાબેન શાહ, અગ્રણી મયંક પટેલ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
