વડોદરાઃ 100 મિનિટમાં 108 વખત સૂર્ય નમસ્કાર કર્યાં, ગિનીસ બુકમાં નોંધ લેવાઈ
Live TV
-
જેની ઉજવણીના ભાગરૂપે યોગ નિકેતન સંસ્થાના ૪૬૫ સાધકોએ આજે એકસાથે બેસીને ૧૦૮ સૂર્યનમસ્કાર કરી અનોખો રેકોર્ડ બનાવ્યો હતો.
વિશ્વ યોગ દિવસ નિમિત્તે વડોદરાની યોગ નિકેતન સંસ્થા નિઝામપુરા દ્વારા 100 મિનિટમાં 108 વખત સૂર્ય નમસ્કાર કરવાનો રેકોર્ડ બનાવવામાં આવ્યો હતો. આ સૂર્ય નમસ્કારની ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધ લેવાઈ હતી.
૨૧ મી જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે, જેની ઉજવણીના ભાગરૂપે યોગ નિકેતન સંસ્થાના ૪૬૫ સાધકોએ આજે એકસાથે બેસીને ૧૦૮ સૂર્યનમસ્કાર કરી અનોખો રેકોર્ડ બનાવ્યો હતો.
13 થી 80 વર્ષ સુધી ના 400થી વધુ લોકો આ સૂર્ય નમસ્કાર કરવામાં જોડાયા હતા. વહેલી સવારે 5 વાગે યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ રંજનબેન ભટ્ટ, વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી તેમજ મેયર જિગીષાબેન શેઠ ઉપસ્થિત રહ્યા હતા.