Skip to main content
Settings Settings for Dark

વડોદરાની ઓલરાઉન્ડર રાધા યાદવે કરી CM સાથે શુભેચ્છા મુલાકાત

Live TV

X
  • મહિલા વર્લ્ડ કપમાં તાજેતરમાં વિશ્વ વિજેતા થયેલી ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ખેલાડી અને વડોદરાના ગૌરવ  રાધા યાદવે આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.

    રાધા યાદવનો આ વિજેતા મહિલા ટીમમાં ઓલરાઉન્ડર તરીકે સમાવેશ થયેલો હતો.તેમણે વર્ષ 2018માં દક્ષિણ આફ્રિકા મહિલા ટીમ સામેની મેચમાં ભારતીય મહિલા ટીમમાં પહેલીવાર સ્થાન મેળવીને 20-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ક્ષેત્રે પદાર્પણ કર્યું હતું.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે  રાધા યાદવનું શાલ ઓઢાડીને બહુમાન કર્યું હતું.તેમણે મહિલા વર્લ્ડ કપ ક્રિકેટમાં ભારતીય મહિલા ટીમના શાનદાર પ્રદર્શન માટે અભિનંદન પાઠવ્યા હતા અને રાધા યાદવની વધુ ઉજ્જવળ કારકિર્દી માટે શુભકામનાઓ આપી હતી.આ અવસરે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ડૉ. મનીષા વકીલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply