Skip to main content
Settings Settings for Dark

વડોદરામાં ત્રણ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બાળકો માટે રજા જાહેર

Live TV

X
  • વડોદરામાં ત્રણ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ભાયલી વિસ્તારમાં આવેલી નવરચના સ્કૂલના પ્રિન્સિપાલને એક ઈ-મેલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે પાઇપલાઇનમાં બોમ્બ મૂકવામાં આવ્યા છે. ધમકીભર્યો ઈમેલ શુક્રવારે સવારે 4 વાગ્યે આવ્યો.

    માહિતી મળતાં જ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS), ક્રાઈમ બ્રાન્ચ અને પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. સાવચેતીના પગલા રૂપે, વિદ્યાર્થીઓને આજે રજા આપવામાં આવી છે.

    BDS ટીમ નવરચના સ્કૂલ અને યુનિવર્સિટીમાં પહોંચીને સંપૂર્ણ તપાસ કરી. બીડીએસ ટીમે યુનિવર્સિટીનું નિરીક્ષણ શરૂ કર્યું જ્યારે ક્રાઈમ બ્રાન્ચ અને પીસીબી પોલીસની ટીમો પણ સર્ચ ઓપરેશનમાં જોડાઈ.

    સૂત્રોના જણાવ્યા અનુસાર, વરિષ્ઠ અધિકારીઓ અને રાજકારણીઓના બાળકો પણ નવરચના સ્કૂલમાં અભ્યાસ કરે છે. બોમ્બની ધમકી આપનાર વ્યક્તિને શોધવા પોલીસે તપાસ શરૂ કરી છે.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગયા ગુરુવારે, મુંબઈના જોગેશ્વરી અને ઓશિવારા વિસ્તારમાં એક શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ મળ્યા બાદ હોબાળો મચી ગયો હતો. ધમકી મળ્યા બાદ, મુંબઈ પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની એક ટીમ શાળા પરિસરમાં પહોંચી અને તપાસ શરૂ કરી. ઈમેલમાં દાવો કરવામાં આવ્યો હતો કે બોમ્બ અફઝલની ગેંગ દ્વારા લગાવવામાં આવ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 03-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-02-2025 Max Temp : °C Min Temp : °C
apply