Skip to main content
Settings Settings for Dark

વડોદરામાં નાગરવાડામાં કોરોના વાયરસના 5 પોઝીટીવ કેસ મળ્યા

Live TV

X
  • વડોદરામાં આઈસોલેશન માટે ટ્રેનના 15 કોચમાં 120 બેડ તૈયાર કરાઇ

    વડોદરાના હોટસ્પોટ બની ગયેલા નાગરવાડા વિસ્તારમાં કોરોના વાઈરસના વધુ 5 પોઝિટિવ કેસ નોંધાયા છે. વડોદરામાં અત્યાર સુધી કોરોના વાઈરસના પોઝિટિવ કેસનો આંકડો 18 થયો છે. વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલની સૂચનાથી નાગરવાડા વિસ્તારમાં તકેદારીના પગલાં તરીકે માસ સેમ્પલિંગ કરાવવામાં આવ્યું હતું. તે દરમિયાન 5 નવા કોરોના વાઈરસના પોઝિટિવ કેસ મળી આવ્યા છે.વડોદરા શહેરના નાગરવાડા સૈયદપુરામાં રહેતા ફિરોજખાન પઠાણ ફૂડ પેકેટની સેવા પૂરી પાડતા હતા. દરમિયાન તેઓને કોરોના વાઇરસ પોઝિટીવ આવ્યો હતો. ત્યારબાદ તેમના 15 વર્ષના પુત્ર, 22 વર્ષના પુત્રના પુત્ર અને પાડોશીનો રિપોર્ટ પોઝિટિવ આવતા શહેરમાં હાહાકાર મચી ગયો હતો. વડોદરા શહેરમાં આઇસોલેશન માટે ટ્રેનના 15 કોચમાં 120 બેડ તૈયાર કરાયા છે. દરેક કોચમાં ડોક્ટર માટે એક કેબિન તૈયાર કરવામાં આવી છે. આ ઉપરાંત રેલવેની હોસ્પિટલમાં 50 બેડ અને આઇસીયુની સુવિધા કરવામાં આવી છે. વડોદરા મ્યુનિસિપલ કમિશનર નલિન ઉપાધ્યાય અને ઓ.એસ.ડી. વિનોદ રાવે તૈયાર થયેલા કોચની મુલાકાત લીધી હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
apply