વડોદરામાં નાના બાળકોની રાઈડમાં મોટી દુર્ઘટના ટળી, પોલીસ 3 આરોપીના અટકાયત કરી
Live TV
-
અચાનક તેના લોક ખુલી જતા બાળકો નીચે પટકાયા હતા
વડોદરામાં બાળકોના જીવ સાથે ચેડા કરતી રાઈડનો મામલો સામે આવ્યો છે. વડોદરામાં આવેલા માંજલપુરમાં ચાલી રહેલા રોયલ મેળામાં મોટી દુર્ઘટના ટળી હતી. નાના બાળકોની એક હેલિકોપ્ટર રાઇડ ચાલુ હતી, ત્યારે અચાનક તેના લોક ખુલી જતા બાળકો નીચે પટકાયા હતા. ત્યારે તાત્કાલિક રાઈડ બંધ કરાવી દીધી હતી. આ ઘટનામાં ચાર બાળકોને સામાન્ય ઈજા થઈ હતી. ઘટનાને પગલે તંત્ર દોડતું થયું હતું.
રાવપુરા પોલીસે ગુનો નોંધી ત્રણેય શખ્સની અટકાયત કરી
આ મામલે ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી છે. જેમાં રોયલ મેળાના માલિક નિલેશ તુરખિયા, સુપર વાઇઝર હેમરાજ મોરે, રાઈડના ઓપરેટર યુનુસ મોહમ્મદની પણ અટકાયત કરવામાં આવી હતી. રાવપુરા પોલીસે ગુનો નોંધી ત્રણેય શખ્સની અટકાયત કરી હતી. રોયલ મેળામાં આવેલા લોકોએ કહ્યું હતું કે નાના બાળકોની રાઇડ એકદમ ફૂલ સ્પીડમાં ફરવા લાગી હતી. ત્યારે છોકરાઓ ચાલુ રાઈડમાં પડવા માંડ્યા હતા. લગભગ ત્રણથી ચાર બાળકો પડ્યા હતા. જ્યારે સમગ્ર બનાવને લઈને ઘટના સ્થળે આવી પહોંચેલા જોઈન્ટ પોલીસ કમિશનર લીના પાટીલે જણાવ્યું હતું કે, રોયલ મેળાના સુપરવાઇઝર અને ઓપરેટરની અમે અટકાયત કરી છે. મેળામાં રાઈડ્સ માટે લેવાની જરૂરી પરવાનગી લેવામાં આવી છે કે નહીં તે દિશામાં પણ તપાસ થશે.