વડોદરામાં ફરી રફતારનો કહેર, નશાની હાલતમાં યુવકે 10 વાહનો અડફેટમાં લીધા
Live TV
-
વડોદરામાં હોળીના દિવસથી શરૂ થયેલ હિટ એન્ડ રનની ઘટનાનો સિલસિલો હજી યથાવત્ છે. ગઈકાલે ખોડિયાર નગર ચાર રસ્તા પાસે હીટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં નશાની હાલતમાં કારચાલકે ખોડિયારનગર વિસ્તારને બાનમાં લઈને હતો અને એક ટેમ્પો, ચાર બાઈક એક રિક્ષા સહિત 10 વાહનોને અડફેટમાં લીધા હતા.
આ સમગ્ર ઘટના વડોદારમાં ન્યુ વી.આઈ.પી.રોડ ખોડિયાર નગર ચાર રસ્તાથી એસ.આર. પેટ્રોલ પંપ તરફ જવાના રોડ પાસે બની હતી. નશાની હાલતમાં કાર ચાલકે 10 જેટલા વાહનોને અડફેટે લઈને આતંક મચાવ્યો હતો. જેમાં વૃદ્ધા સહિત ઘણા લોકોને નાની મોટી ઇજા થઈ છે.
આ કાર ચાલક એટલી હદે નશામાં ધૂત હતો કે તેને ચાલવાના પણ હોશ નહોતા. તેને પોલીસ રોડ ઉપર ઢસડીને પી. સી.આર. સુધી લઈ ગઈ હતી. કારમાંથી દારુની બોટલ પણ મળી આવી હતી. કાર ચાલકને રાહદારીઓએ મારીને પોલીસને હવાલે કર્યો છે. પ્રાથમિક તપાસમાં કાર ચાલક મિતેશ રમેશભાઈ બારીયા (ઉ.વ.૨૫) નર્મદા જિલ્લાના તિલકવાડાનો વતની છે.