વડોદરા એરપોર્ટના વિકાસ માટે મહત્વનો નિર્ણય: ટૂંક સમયમાં શરૂ થશે હવાઈ કાર્ગો સુવિધા
Live TV
-
વડોદરા એરપોર્ટ ટર્મિનલ બીલ્ડીંગ ખાતે આજે યોજાયેલ એરપોર્ટ સલાહકાર સમિતિની બેઠકમાં એરપોર્ટ ડિરેકટર અને અન્ય એજન્સીઓના પ્રતિનિધિઓ અને સલાહકાર સમિતિના સભ્યોની ઉપસ્થીતી માં વડોદરા એરપોર્ટના વિકાસને લગતા પ્રશ્નોની ચર્ચા વિચારણા કરવામાં આવી.
રાજ્ય સરકાર દ્વારા આવર્ષનાં બજેટમાં વધુ રકમ ફાળવવામાં આવી હોવાનું સાંસદે જણાવ્યું હતું. ઉપરાંત મધ્ય ગુજરાતના ઉદ્યોગકારોને હવાઈ કાર્ગોની સુવિધા એક મહિના સુધીમાં મળશે તેમ જણાવ્યું હતું. ડોમેસ્ટિક ફ્લાઇટ ઓછી થઈ છે તેમાં પણ વધારો કરવામાં આવશે.તેમજ વડોદરા આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ માટે પણ સજ્જ હોવાનું જણાવ્યું હતું.
