Skip to main content
Settings Settings for Dark

વડોદરા પાદરા બ્લાસ્ટ મામલે 5 સામે ફરિયાદ

Live TV

X
  • પાદરા ફેક્ટરી બ્લાસ્ટના કેસમાં પોલીસે કંપનીના ત્રણ સંચાલકોની કરી ધરપકડ, કંપનીના બે માલિકો હજુ પણ ફરાર.

    ગઈકાલે વડોદરાના પાદરા નજીક એમ્સ ઓક્સિજન કંપની ખાતે પ્લાંટમાં બ્લાસ્ટ થતાં 6 કામદારો નાં મોત થયા હતા, અને 15 થી વધુ કામદારો ઇજાગ્રસ્ત થયા હતા. ધડાકો એટલો ભયંકર હતો કે 3 કિ.મી.ના વ્યાસ માં ધરા ધ્રુજી ઉઠી હતી અને આસપાસના લોકોને ભૂંકપ જેવો અહેસાસ થયો હતો. જો કે ઘટના ની જાણ થતાં ફાયર બ્રિગેડ અને 108 એમ્બ્યુલન્સની ટીમે ઘટના સ્થળે પહોંચી રાહત કામગીરી શરૂ કરી દીધી હતી. મૃતદેહો અને ઘાયલોને પાદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. સવારે કંપનીમાં આગ ફાટી નીકળી હતી. ત્યારબાદ બ્લાસ્ટ થતાં કામદારોમાં જીવ બચાવવા નાસભાગ મચી હતી. આ બ્લાસ્ટ ગેસ ફીલિંગ કરતી વખતે થયો હતો. પોલીસે કંપનીના માલિક, બે ડાયરેક્ટર, પ્લાન્ટ મેનેજર, ઓપરેટર કમ સુપરવાઇઝર સહિત પાંચ જણા સામે ફરિયાદ દાખલ કરી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply