Skip to main content
Settings Settings for Dark

વન્ય જીવ સંરક્ષણ સપ્તાહ અંતર્ગત ગાંધીનગર ગીર ફાઉન્ડેશન ખાતે વન્ય જીવો પ્રત્યે જાગૃતિ માટે ચાલી રહ્યા છે વિવિધ કાર્યક્રમો

Live TV

X
  • વન્ય જીવન સંરક્ષણ સપ્તાહ અંતર્ગત તારીખ 2થી 8 ઓક્ટોબર દરમિયાન ગાંધીનગર ગીર ફાઉન્ડેશન ખાતે વન્ય જીવો પ્રત્યે જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. આ સંદર્ભે વન્યજીવન ફોટોગ્રાફી સ્પર્ધા, ઇકો ક્લબના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રોજેક્ટ મોડલ, 30 પ્રતિષ્ઠિત ફોટોગ્રાફરોના વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફસ અને લલિત કલા એકેડમીના પેન્ટિંગનું પ્રદર્શન યોજાયું હતું. ઉપરાંત, દીપડાની નવીન જોડી શ્રવણ અને રક્ષા ગીર ફાઉન્ડેશનનું નવું આકર્ષણ બન્યા હતા. 

    આ પ્રસંગે અગ્ર મુખ્ય અતિથી એસ. કે. ચતુર્વેદીએ વન્યજીવન સંરક્ષણ અંગે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે આજથી 69 વર્ષ પહેલા ભારતમાં વન્યજીવન સપ્તાહની શરૂઆત થઈ હતી. 2 થી 8 તારીખ દરમિયાન આ ઉજવણી રાખવાનો હાર્દએ હતો કે મહાત્માગાંધીને અહિંસા પ્રિય હતા, અને વન્ય જીવોના રક્ષણ માટે પણ અહિંસા મૂલ્યો જરૂરી છે. માટે તેમના જન્મદિવસથી આ સપ્તાહની શરૂઆત કરવામાં આવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply