વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી અશ્વિની કુમાર ચૌબેએ લીધી અંબાજીની મુલાકાત
Live TV
-
કેન્દ્ર સરકારના ગ્રાહક સુરક્ષા, ખાદ્ય અને જાહેર વિતરણ, તેમજ વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી અશ્વિની કુમાર ચૌબે, આજે શક્તિપીઠ અંબાજી આવ્યા હતા. જ્યાં અંબાજી મંદિર પહોંચીને, "માં અંબેના" દર્શન કર્યા હતા. તેમજ માતાજીની શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે, પૂજા-અર્ચના અને કપૂર આરતી કરી હતી. આ અવસરે જિલ્લા કલેકટર આનંદ પટેલે, કેન્દ્રિય મંત્રીને ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું, તેમજ "માં અંબેની" પ્રતિમાને સ્મૃતિ ચિન્હ સ્વરૂપે, ભેટ અર્પણ કરી હતી. કેન્દ્રિય મંત્રીની અંબાજીની મુલાકાત સમયે, બનાસકાંઠાના સાંસદ પરબત પટેલ, અને જિલ્લા ભાજપ પ્રમુખ સાથે જોડાયા હતા.