વરાછા ફૂડ પોઈઝનિંગ મામલે આરોગ્ય મંત્રીની તાત્કાલિક કાર્યવાહી
Live TV
-
સુરતના વરાછા વિસ્તારમાં રેસ્ટોરન્ટમાંથી મંગાવેલા પંજાબી શાકનું સેવન કર્યા બાદ એક જ પરિવારના પાંચ સભ્યોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી.ઘટનામાં પાંચ વર્ષીય બાળકી આર્યાનું દુઃખદ અવસાન થયું છે, જ્યારે પરિવારના અન્ય ચાર સભ્યોની પુણાગામની સદવિચાર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
ઘટનાની જાણ થતાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જિલ્લા આરોગ્ય અધિકારી અને SMCના અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજી સમગ્ર ઘટનાની માહિતી મેળવી હતી. તેમણે અસરગ્રસ્ત પરિવારને યોગ્ય સારવાર મળી રહે તે માટે સતત દેખરેખ રાખવા સૂચના આપી હતી.આરોગ્ય મંત્રીએ મૃતક બાળકીના પરિવારજનો સાથે ટેલિફોનિક વાતચીત કરી સાંત્વના પાઠવી હતી. સાથે જ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જરૂરી કાર્યવાહી કરવા અને જવાબદાર શીતલ રેસ્ટોરન્ટને તાત્કાલિક સીલ કરવા સૂચના આપી હતી.રાજ્યની તમામ રેસ્ટોરન્ટમાં સ્વચ્છતા, હાઈજિન અને ફૂડ સેફ્ટીના નિયમોનું કડક પાલન થાય તે માટે પણ આરોગ્ય વિભાગને તકેદારી રાખવા આદેશ આપવામાં આવ્યો છે. આરોગ્ય મંત્રીએ સ્પષ્ટ કર્યું કે જનઆરોગ્યની સુરક્ષા રાજ્ય સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.
