Skip to main content
Settings Settings for Dark

'વસુધૈવ કુટુંબકમ' ની ભાવના સાથે આપણે સમગ્ર સૃષ્ટિને આપણો પરિવાર માનીએ છીએ: રાજ્યપાલ

Live TV

X
  • રાજભવન ખાતે આજે દક્ષિણ ભારતના 7 રાજ્યો આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહ, લક્ષ્યદ્વીપ તથા પુડુચેરીના સ્થાપના દિવસની ઉજવણીના પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ સંબોધન કર્યું હતું. સૌને રાજ્યોના સ્થાપના દિવસની શુભકામનાઓ પાઠવીને 'એક ભારત, શ્રેષ્ઠ ભારત' અને 'આત્મનિર્ભર ભારત'ના સૂત્ર થકી 'વિકસિત ભારત' ના સ્વપ્નને સાકાર કરવામાં સહભાગી થવા અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં ગુજરાતમાં વસતા વિવિધ રાજ્યના અગ્રણીઓનું સન્માન, 'ગુજરાત પ્રીઝન્સ : ધ એક્સ ફેક્ટર' બુકનું વિમોચન તેમજ વિવિધ રાજ્યોના ગીતો અને સાંસ્કૃતિક નૃત્યોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ અવસરે  સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરનાર કલાકારોનું રાજયપાલના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

    રાજ્યપાલ દેવવ્રતે સંબોધન કરતા જણાવ્યું હતું કે, આપણે તમામ લોકો મૂળરૂપથી એક જ છીએ, માટે એકબીજાના સુખ દુઃખના સાથી બનીએ, એકબીજાની સંસ્કૃતિને સમજીએ. 'વસુધૈવ કુટુંબકમ્'ની ભાવના સાથે આપણે સમગ્ર સૃષ્ટિને આપણો પરિવાર માનીએ છીએ.

    દેશના તમામ લોકો વિભિન્ન રાજ્યોની સંસ્કૃતિથી પરિચિત થાય તે માટે શંકરાચાર્યએ દેશની ચારેય દિશામાં મઠની સ્થાપના કરી હતી. આપણો દેશ વિભિન્ન સંસ્કૃતિઓનો દેશ છે. અલગ અલગ વેશભૂષા, ભાષા, ખાન-પાન, સંસ્કૃતિ હોવા છતાં વિવિધતામાં એકતા છે. આપણા દેશને 'એક ભારત શ્રેષ્ઠ ભારત' ના રૂપમાં મહાશક્તિ બનાવવા અને દેશના નાગરિકો અન્ય રાજ્યની સંસ્કૃતિથી અવગત થાય તે માટે તમામ રાજ્યોના રાજભવનમાં વિવિધ રાજ્યોના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવે છે. 

    વેદ આપણી સંસ્કૃતિના આધારસ્તંભ છે, વિદેશી આક્રમણકારો જ્યારે ભારત પર આક્રમણ કરીને આપણા વેદ-પુરાણો સહિતના મહાન પુસ્તકોનો નાશ કરી રહ્યા હતા ત્યારે, આ વેદ-પુરાણોને બચાવવાનું કામ દક્ષિણના લોકોએ કર્યું છે. દક્ષિણના લોકોએ વેદ-પુરાણોને કંઠસ્થ કરીને આપણી વૈદિક સંસ્કૃતિને બચાવવાનું કાર્ય કર્યું છે. 

    તેમણે ઉમેર્યું હતું કે, એકતા હોય તે હંમેશા આગળ વધે છે. આપણે દેશને એકતાના તાંતણે બાંધીને વિકાસ તરફ લઈ જઈ રહ્યા છીએ, જેના થકી ભારત આજે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ચુક્યો છે. છેલ્લા દસ વર્ષમાં 25 કરોડ લોકો ગરીબ રેખાથી બહાર આવ્યા છે. આપણે વૈશ્વિક કક્ષાની આંતરમાળખાકીય સુવિધાઓ ઉભી કરી રહ્યા છીએ. શિક્ષણ, આરોગ્ય સહિતના ક્ષેત્રે આપણે સતત આગળ વધી રહ્યા છીએ. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
apply