વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે લોકસભામાં ચૂંટાતા વાવ વિધાનસભા બેઠક પરથી આપ્યું રાજીનામું
Live TV
-
વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર લોકસભામાં ચૂંટાતા તેઓએ વાવ વિધાનસભા બેઠક પરથી રાજીનામું આપ્યું છે. આ અવસરે તેમણે બે ટર્મ સુધી ધારાસભ્ય રહેવાની તક આપવા બદલ મતદારોનો આભાર માન્યો હતો.
આ ઉપરાંત, તેમણે સાંસદ તરીકે જીતાડવા બદલ મતદારો તેમજ તમામ સહયોગીઓનો આભાર સાથે કહ્યું હતું કે હવે લોકોનો અવાજ દિલ્હી સુધી પહોંચાડવાની મને તક આપવામાં આવી છે. હું સર્વપક્ષીય લોકોની સુખાકારી માટે સાથે મળી કામ કરીશ.
