વાવ-થરાદ જિલ્લાના પ્રથમ સ્વાતંત્ર્ય પર્વની ગૌરવપૂર્ણ ઉજવણી: વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ કર્યું ધ્વજારોહણ
Live TV
-
વાવ-થરાદ જિલ્લાના નવરચિત રાહ તાલુકા ખાતે 80મા સ્વતંત્રતા પર્વ નિમિત્તે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ રાષ્ટ્રધ્વજ લહેરાવી તિરંગાને સલામી આપી હતી અને ખુલ્લી જીપમાં બેસીને પ્રજાજનોનું અભિવાદન ઝીલ્યું હતું.
અધ્યક્ષએ રાહ વિસ્તારના વિકાસકાર્યો માટે રૂ. 25 લાખની ગ્રાન્ટનો ચેક જિલ્લા કલેક્ટરને અર્પણ કર્યો હતો અને શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ તથા કર્મચારીઓનું સન્માન કર્યું હતું.થરાદ ખાતે રૂ. 52 કરોડના ખર્ચે નવી સિવિલ હોસ્પિટલ, રૂ. 70.71 કરોડના ખર્ચે જિલ્લા સેવા સદન તેમજ નર્મદા કેનાલના પાણીથી તળાવો ભરવા રૂ. 2350 કરોડના ખર્ચની યોજનાઓની કામગીરી પ્રગતિમાં હોવાનું જણાવ્યું હતું.અધ્યક્ષએ યુવાનો અને નાગરિકોને પાણીનું જતન કરવા, નશામુક્ત સમાજ બનાવવા અને વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા આહ્વાન કર્યું હતું.
