વાસણા બેરેજના ગેટનું રીપેરીંગ કાર્ય પૂર્ણ થતાં સાબરમતી નદીમાં પાણી છોડવાની કામગીરી શરૂ
Live TV
-
વાસણા બેરેજના ગેટ નું રીપેરીંગની કામગીરી પૂર્ણ થતાં તા. 21-06-2026 થી નર્મદા અને જળ સંપત્તિ વિભાગ દ્વારા સાબરમતી નદીમાં પાણી છોડવાની કામગીરી પુનઃ શરૂ કરવામાં આવી છે.
હાલમાં સાબરમતી નદીમાં નર્મદા અને જળ સંપત્તિ વિભાગ દ્વારા પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના પરિણામે આગામી દિવસોમાં સાબરમતી નદીમાં પાણીનું સ્તર ક્રમશઃ વધશે અને નદી ફરીથી જળસભર બનશે. નદીમાં પાણીનું આગમન થતાં રિવરફ્રન્ટ વિસ્તારનું સૌંદર્ય વધુ નીખરશે.પાણી ભરાવાની પ્રક્રિયા ચાલુ હોવાથી હાલમાં નદીના કેટલાક વિસ્તારોમાં પાણીનું સ્તર ઓછું છે અને તેમાં સતત વધારો થઈ રહેલ છે. જાહેર જનતાની સલામતીને ધ્યાનમાં રાખી નાગરિકોને અનુરોધ કરવામાં આવે છે કે નદીના પટ, નીચાણવાળા વિસ્તારો, ઘાટો તથા પાણીના સ્તરમાં ફેરફાર થઈ શકે તેવા સ્થળોએ બિનજરૂરી અવરજવર અથવા પ્રવૃત્તિઓ ટાળે. રિવરફ્રન્ટ વિસ્તારની મુલાકાત દરમિયાન જરૂરી સાવચેતી રાખી તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરવામાં આવે છે.સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SRFDCL) દ્વારા નાગરિકોને સહકાર આપવા માટે અનુરોધ કરવામાં આવે છે. જાહેર જનતાએ ઉપરોક્ત બાબતની નોંધ લેવા નમ્ર વિનંતી છે.
